માર્ચ મહિનાથી અમદવાદમાં બૂલેટ ટ્રેનની સવારી કરી શકાશે

555

અમદાવાદમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી, તે અમદાવાદ મેટ્રોનું પ્રથમ ટ્રાયલ રન આજે થયું હતું.

ગુરૂવારે પહેલી વાર બપોરે ટ્રેન એપરલ પાર્કથી નીકળી હતી અને વસ્ત્રાલ જવા રવાના થઈ હતી. મેટ્રો ટ્રેનની પ્રથમ ટ્રાયલ બાદ એવી આશા સેવાઇ રહી છે કે જાહેર જનતા માર્ચ મહિનાથી અમદાવાદની મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકશે.

એપરલ પાર્કથી શરૂ થયેલા ૬.૫ કિલોમીટરનો પ્રથમ ટ્રાયલ રન એપરલ પાર્કથી શરૂ થયું હતું. મેટ્રો ટ્રેને ત્રણ કોચ સાથે પ્રથમ ટ્રાયલ પૂર્ણ કરી હતી. તમને જણાવી દઇએ કે, મેટ્રોના ત્રણ કોચની કેપેસિટી ૧,૦૦૦ પેસેન્જરની છે.

હાલમાં ડ્રાઇવર સાથે ટ્રેન ચલાવવામાં આવશે અને ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઇવર લેસ પણ થઈ શકશે. આ સ્ટેશન એક ઑપરેશન કંટ્રોલથી કનેક્ટ રહેશે.

Previous articleમહેસાણા, પાટણ, હિંમતનગર, પાલનપુરમાં આરોગ્ય કર્મીઓનું આંદોલન
Next articleબાપુ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિફેન્સની ટેકનિક શીખી