ઘ-૪ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં શહીદ જવાન સ્મારક બનશે

450

ગાંધીનગર મનપા ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. જેમાં મેયર રીટાબેન કેતનકુમાર પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે મેયર પોતાના પ્રવચનમાં ઘ-૪ સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે શહીદ સ્મારક ઉભું કરવાની જાહેરાત કરી હતી.

સાથે તેમણે ગાંધીનગરને પ્લાસ્ટીક ફ્રી સિટી બનાવવાની નેમ વ્યક્ત કરીને નગરજનોનો સહકાર માંગ્યો હતો. જેથી કરીને ટૂંક સમયમાં શહેરને પ્લાસ્ટિક ફ્રી શહેર તરીકે જાહેર કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર મનપામાં કેન્દ્ર સરકારે ૧૩૬ કરોડના કામોને મંજૂરી આપી છે.

શહેરમાં ૨૦ ઈલેક્ટ્રીક બસોની ખરીદી કરીને શહેરજનો માટે દોડતી કરાશે. પાટનગરમાં પાણીનું સ્તર ઉંચુ લાવવા માટે વિવિધ સેક્ટરોમાં ૧.૮૩ કરોડના ખર્ચે રીર્ચાજિંગ વેલ બનાવાઈ રહ્યાં છે.

Previous articleસેક્ટરોમાં એક સપ્તાહથી ડહોળું પાણી આવતા નગરજનોમાં રોગચાળાની ભીતિ
Next articleરાજસ્થાન-પંજાબમાં ભારે વરસાદનું એલર્ટઃ ૫ રાજ્યોમાં પૂરના કારણે ૨૪૧ લોકોના મોત