સેક્ટર ૪માં પાણીની મોંકાણ, વસાહતીઓ ટેન્કર મગાવે છે

512

પાટનગરમાં એક સપ્તાહ ઉપરાંત દિવસોથી નગર આખામાં ડહોળુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે સેક્ટર ૪ સીમાં તો પાણી સાવ ઓછું મળી રહ્યાંની ફરિયાદો ઉઠી છે. છેલ્લા બે, ત્રણ દિવસથી વસાહતીઓને પાણીના ટેન્કર મગાવવા પડે છે અને ટેન્કરવાળા લૂંટ ચલાવી રહ્યાં છે. સેક્ટર ૪ સીના રહેવાસી ધવલભાઇ મહેતાએ શરૂઆતમાં ડહોળુ પાણી આવવાની સમસ્યા હતી અને હવે પાણીની જ સમસ્યા છે. લોકો પાણીના ટેન્કર મગાવી રહ્યાં છે અને ટેન્કરવાળા સ્થિતિ પારખીને રૂપિયા ૪૦૦થી ૫૦૦ના બદલે એક ટેન્કરના ૭૦૦થી ૭૫૦ વસૂલવાલાગ્યા છે.

પાટનગરમાં અપાતા ઓછા અને ડહોળા પાણી મુદ્દે મેયર રીટાબેન પટેલે મંગળવારે સાંજે અધિકારીઓની બેઠક બોલાવ્યા બાદ પાટનગર યોજના વિભાગના ઇજનેર એમ એચ મહેતાએ જણાવ્યું કે ૨૧ ઓગસ્ટથી પીવાના પાણીનો પુરતો પુરવઠો અપાશે, પરંતુ તેમાં કુદરતી ડહોળાશ રહેશે.

Previous articleમોડી રાત્રે કાપડની ફેક્ટરીમાં લાગેલી આગ વહેલી સવારે પણ કાબૂમાં ન આવી
Next articleમૃત ઢોરોનો યોગ્ય નિકાલ નહીં થતાં દોલારાણાવાસણાના ગ્રામજનો ત્રસ્ત