મિત્રો સાથે ફરવા ગયેલા કપડાના વેપારીનું શંકાસ્પદ મોત થતા ચકચાર

539

અડાજણ વિસ્તારમાં આવેલી ગાર્ડન વ્યુ એપોર્ટમેન્ટમાં સત્યેનભાઈ ચંદ્રકાંતભાઈ શાહ(ઉ.વ.૪૫) પરિવાર સાથે રહેતા હતા. અને સગરામપુરમાં રેડિમેઈડ ગારમેન્ટની દુકાન ધરાવતા હતા. ગત શનિવારે સત્યેનભાઈ સાગર અને સુમિત નામના બે મિત્રો સાથે કાર લઈને દમણ ફરવા માટે ગયા હતા. રાત્રે દમણમાં જ રોકાણ કર્યું હતું. મિત્રોના કહેવા પ્રમાણે રાત્રે સત્યેનભાઈ બેડ પરથી નીચે પડી ગયા હતા. જેથી તેમને બેડ પર સૂવડાવી દીધા હતા. ત્યારબાદ સવારે ત્રણેય મિત્રો જમપોર બીચ પર ફરવા ગયા હતા. જ્યારે સત્યેનભાઈને દુઃખાવો થતા કારમાં સૂવડાવી દઈ કાર લોક કરી બંને મિત્રો ફરવા જતા રહ્યા હતા. ગત રોજ સાંજે ૪.૩૦ વાગ્યે દમણથી સુરત આવવા રવાના થયા હતા. ૮ વાગ્યે સુરત પહોંચી સત્યેનભાઈને દીકરા વૃષાંકને ફોન કરી પિતાને લઈ જવા જણાવ્યું હતું. જોકે, વૃષાંકે ઘરે મૂકી જવા જણાવ્યું હતું. જેથી સાગર અને સુમિત તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં દીકરાને પિતા કારમાંથી બેભાન હાલતમાં મળ્યા હતા. જેથી તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, કારમાં બે સીટ વચ્ચેથી જગ્યામાંથી બેભાન હાલતમાં મળ્યા હતા. શરીર પર મારના નિશાન પણ મળી આવ્યા છે. દમણમાં જરૂર કોઈ અધટીત ઘટના બની હોવાની શંકા છે. ડો. મંડલ (સિવિલ, પોસ્ટ મોર્ટમ તબીબ) ખભા, ગરદન પાછળ સહિત આખા શરીર ઉપર ઇજા ના નિશાન મળી આવ્યા છે. જેને લઈ પોસ્ટમોર્ટમ ફોરેન્સીક વિભાગમાં રીફર કર્યું છે. અડાજણ પીએસાઈને આ બાબતે સિવિલ બોલાવ્યા છે.

Previous articleનાસીને લગ્ન કર્યા બાદ પરિણીતા પર ત્રાસ ગુજારતા પરિવાર વિરુદ્ધ ફરિયાદ
Next articleતા.૧૩ સપ્ટેમ્બરે રીલીઝ થશે ગુજ. ફિલ્મ ટીચર ઓફ ધ યર