તા.૧૩ સપ્ટેમ્બરે રીલીઝ થશે ગુજ. ફિલ્મ ટીચર ઓફ ધ યર

467

પાર્થ ટાંક પ્રોડક્શનના જયંતિભાઈ આર. ટાંક તથા પાર્થ જે. ટાંક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ “ટીચર ઓફ ધ યર” એજ્યુકેશન સિસ્ટમ પર આધારિત છે. પ્રો. વિક્રમ પંચાલ તથા શૌનક વ્યાસ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મનું અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે પોસ્ટર, ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે “ટીચર ઓફ ધ યર” ફિલ્મના કલાકારોએ ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું.

ફિલ્મ વિશે જણાવતાં પાર્થ ટાંક પ્રોડક્શનના જયંતિભાઈ આર. ટાંક તથા પાર્થ જે. ટાંકે કહ્યું કે, “અન્ય ફિલ્મોની જેમ “ટીચર ઓફ ધ યર” એ ફક્ત પ્રોફિટેબલ વેન્ચર માટેની ફિલ્મ નથી પરંતુ ફિલ્મ એક સામાજિક મેસેજ આપે છે, જે શિક્ષણ પર આધારિત છે. અમે અમારી આ  ફિલ્મના પ્રોફિટનો ૧૦% ભાગ ગરીબ બાળકોના ભણતર માટે આપવાનું નક્કી કર્યું છે. અમારી સંસ્થા “ટાંક એજ્યુકેશન ટ્રસ્ટ” એ હ્યુમન કાઈન્ડ, શ્વાશ, સર્જન તથા જ્ઞાનજ્યોત જેવાં એનજીઓ સાથે ભાગીદારી પણ કરી છે.

“ટીચર ઓફ ધ યર” ફિલ્મમાં શૌનક વ્યાસ, અલીશા પ્રજાપતિ, મેહુલ બુચ, રાગી જાની, જીતેન્દ્ર ઠક્કર, નિસર્ગ ત્રિવેદી, જશ ઠક્કર તથા અર્ચન ત્રિવેદી સહિત ઘણાં ખ્યાતનામ કલાકરોએ પોતાના અભિનયના ઓજશ પાથર્યા છે. ફિલ્મનું મ્યુઝિક પ્રથમેશ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું છે અને ફિલ્મનું એક સોન્ગ ખ્યાતનામ લોકગાયક કિર્તીદાન ગઢવી દ્વારા ગાવામાં આવ્યું છે.

ફિલ્મની વાર્તામાં એક સ્કુલ બતાવવામાં આવી છે જેમાં દર વર્ષે “ટીચર ઓફ ધ યર” માટેની પ્રતિસ્પર્ધા થાય છે. આ વર્ષે, ૯ સ્પર્ધકો છે જેમણે ૨૦ સૌથી વધુ તોફાની વિદ્યાર્થીઓનો સામનો કરવો પડ્યો છે. શ્રેષ્ઠ શિક્ષક બનવા અને સ્પર્ધા જીતવા શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરવી પડશે અને સ્પર્ધામાં ટકી રહેવું પડશે.ફિલ્મનો મુખ્ય અભિનેતા ટીચર તરીકે ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓમાંથી એક છે. કોમેડી, ડ્રામા અને રોમાન્સનું સંપૂર્ણ મિશ્રણ દર્શાવતી આ મનોરંજક અને અર્થપૂર્ણ ફિલ્મ “ટીચર ઓફ ધ યર” ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Previous articleમિત્રો સાથે ફરવા ગયેલા કપડાના વેપારીનું શંકાસ્પદ મોત થતા ચકચાર
Next articleરેલવે સ્ટેશન બનાવવાની મુદત ૨ વખત લંબાતા ખર્ચ ૫૫૦ કરોડથી વધીને ૧ હજાર કરોડ થયો