તરણેતર લોક મેળાને લઈને તડામાર તૈયારીઓ જારી છે

561

જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે તરણેતર મેળાની પાંચથી જોરદાર રીતે શરૂઆત થઈ રહી છે. તરણેતર મેળામાં મોટી સંખ્યામાં લોકો પહોંચનાર છે. જેથી તંત્ર દ્વારા જુદી જુદી તૈયારીઓ હાથ ધરવામાં આવી ચુકી છે. તરણેતરના લોક મેળાને લઈને શ્રદ્ધાળુઓની સાથે લોકો ઉત્સાહિત છે. તરણેતર લોક મેળામાં હમેશાની જેમ આ વખતે પણે જુદી જુદી સ્પાર્ધાઓનુું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિજેતાઓનું સન્માન કરવામાં આવશે. તરણેતર લોક મેળાવમાં પશુ પ્રદર્શન સ્પર્ધાને લઈને હમેશા વધારે ઉત્સાહ જોવા મળે છે. આ વખતે શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા પશુને વિશેષ સન્માન આપવામાં આવશે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. રાજ્ય સરકારના પશુપાલન ખાતા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતેના લોકમેળામાં તા. ૧લી સપ્ટેમ્બરથી ૩જી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન પશુ પ્રદર્શન હરિફાઇ-૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પશુ પ્રદર્શન હરિફાઇ રાજ્યના પશુપાલકોને ગીર, કાંકરેજ ગાયવર્ગ અને જાફરાબાદી, બન્ની ભેંસવર્ગના શુદ્ધ ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરિફાઇ યોજી વિજેતા પશુઓને ઇનામો (પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન) આપવામાં આવશે. તેમજ દરેક વર્ગ પૈકી કોઇપણ એક વર્ગમાંથી એક શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા પશુને ‘ચેમ્પિયન ઓફ ધ શૉ’ નું ઇનામ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે પશુપાલન નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અથવા વિભાગીય સંયુકત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા આપની નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા પશુપાલન નિયામકની યાદીમાં જણાવાયું છે.

Previous articleશહેરોમાં અર્બન ફોરેસ્ટ ઉભુ કરી શહેરોને હરિયાળા કરાશે
Next articleકોંગો ફીવરને લઈ સાવચેતીના તમામ પગલા : તંત્ર પૂર્ણ સજ્જ