આર્થિક કટોકટી માટે મોદી સરકારની નીતિ કારણરૂપ

365

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આજે દેશના જીડીપી ગ્રોથમાં આવેલા ઘટાડાને લઇને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. આર્થિક મંદી માટે સીધીરીતે મોદી સરકારને જવાબદાર ઠેરવતા મનમોહનસિંહે કહ્યું હતું કે, આ મેન મેડ ક્રાઇસીસ તરીકે છે. યોગ્ય સંચાલન નહીં થવાના લીધે આ સમસ્યાઓ ઉભી થઇ છે. ટોચના અર્થશાસ્ત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે, છેલ્લા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથરેટ પાંચ ટકા રહ્યો છે. આનાથી સમજી શકાય છે કે, દેશ લાંબા ગાળામાં મંદીના દોરમાં છે. ભારતની પાસે વધુ ઝડપથી ગ્રોથ કરવાની ક્ષમતા રહેલી છે પરંતુ મોદી સરકાર દ્વારા ચારેબાજુ ઝડપથી અયોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નબળા ગ્રોથ પર મોદી સરકાર પર પ્રહાર કરતા મનમોહનસિંહે કહ્યું હતું કે, આમા ટકાવારી માત્ર ૦.૬ ટકા રહ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે અમારા અર્થતંત્ર પર નોટબંધી જેવા પગલાની ખોટી અસર થઇ રહી છે. નોટબંધી જેવી ભુલોથી હજુ અર્થતંત્ર બહાર આવી શક્યું નથી. આ ઉપરાંત ખોટીરીતે જીએસટીને અમલી કરવાના લીધે પણ નુકસાન થયું છે.

પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, સ્થાનિક માંગ અને ઉપયોગમાં ગ્રોથ ૧૮ મહિનાના નીચા સ્તર પર છે. જીડીપી ગ્રોથ પણ ૧૫ વર્ષની નીચી સપાટી પર છે. આ ઉપરાંત ટેક્સ રેવેન્યુમાં પણ ઘટાડો થયો છે. નાનાથી લઇને મોટા કારોબારીઓ સુધી ટેક્સ ટેરિઝમનો ભય રહેલો છે. મૂડીરોકાણકારોમાં પણ આશંકાનો માહોલ છે. આવા સંકેતોથી જાણી શકાય છે કે, અર્થતંત્રમાં રિકવરી હાલમાં શક્ય દેખાઈ રહી નથી.

મોદી સરકાર ઉપર નોકરી ઘટાડી દેવાનો આક્ષેપ કરતા મનમોહનસિંહે કહ્યું હતું કે, એકલા ઓટો મોબાઇલ સેક્ટરમાં ૩.૫ લાખ લોકોની નોકરી જતી રહી છે. આ ઉપરાંત બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મોટી સંખ્યામાં લોકોની નોકરી જતી રહી છે. આનાથી નબળા વર્ગના મજુરોની સામે આજીવિકાનું સંકટ સર્જાઈ ગયું છે.

ગ્રામિણ ભારતમાં સ્થિતિ બિલકુલ અલગ છે. ગ્રામિણ ખેડૂતોને તેમના પાક બદલ પૂર્ણ કિંમત મળી રહી નથી. તેમની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. મોદી સરકાર ઓછો મોંઘવારી દરને પોતાની સફળતા ગણાવી રહી છે પરંતુ આ ખેડૂતોની કિંમત ઉપર છે જે દેશની વસ્તીના ૫૦ ટકાની આસપાસ છે. લાંબી મંદીના સકંજામાં અમે દેખાઈ રહ્યા છે. દેશમાં આર્થિક કટોકટી માટે મોદી સરકાર જવાબદાર છે. સિંહે કહ્યું છે કે, અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા હાલમાં ખુબ મહેનત કરવાની જરૂર દેખાઈ રહી છે. આમાથી બહાર નિકળવામાં સસમય લાગશે. ફાઈનાન્સિયલ સર્વિસ, કૃષિ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં મંદી દેખાઈ રહી છે. સિંહે કહ્યું હતું કે, આરબીઆઈ ખજાનામાંથી સરકાર ૧.૭૬ લાખ કરોડ મેળવી રહી છે. આરબીઆઈ પર આધારને સરકારને જંગી ટ્રાન્સફરની બાબતથી ચકાસી શકાશે. આ જંગી રકમને લઇને શું કરાશે તે અંગે હજુ કોઇ પ્લાન નથી. ઇનફોર્મલ સેક્ટરમાં નોકરી લોકોની મોટાપાયે જતી રહી છે.

Previous articleISI માટે મુસ્લિમો કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરે છે : દિગ્વિજયસિંહ
Next articleકલમ ૩૭૦ વિશે રાહુલે આપેલા નિવેદનની પ્રસંશા પાક. સંસદમાં થાય છેઃ અમિત શાહ