ISI માટે મુસ્લિમો કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરે છે : દિગ્વિજયસિંહ

436

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અવાર-નવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે. દિગ્વિજય સિંહે એક વખત ફરી ભાજપ અને બજરંગ દળ પર મોટું નિવેદન આપ્યું છે. સિંહે કહ્યું કે મુસલમાનોથી વધારે ગેર-મુસલમાન આઈએસઆઈ માટે જાસૂસી કરે છે. આની સાથે જ દિગ્વિજય સિંહે ભાજપ અને બજરંગ દળ પર પાકિસ્તાની એજન્સી આઈએસઆઈ પાસેથી રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ માટે મુસલમાન ઓછા અને ગેર-મુસલમાન વધારે જાસૂસી કરી રહ્યા છે. એમણે બજરંગ દળ અને ભાજપ પર આઈએસઆઈથી રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.એમણે કહ્યું ભાજપ અને બજરંગ દળ આઇએસઆઇ પાસેથી રૂપિયા લઇ રહ્યા છે, એમના પર થોડું ધ્યાન આપો. દિગ્વિજય સિંહે દેશની ખરાબ અર્થવ્યવ્સ્થાને લઇને મોદી સરકારને પણ હાડે હાથ લીધી છે. એમણે કહ્યું કે, મોદી સરકારમાં અર્થવ્યવસ્થા બગડી રહી છે, નોકરીઓ નથી, પોતાના નુકશાનની ભરપાઇ કરવા માટે આરબીઆઈ છે, મોદીની તમામ ચર્ચા છોડીને અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ.જમ્મુ અને કાશ્મીર પર બોલતા તેમણે કહ્યું કે ’જો શેખ અબ્દુલ્લા નહેરુ પર વિશ્વાસ ન કરત તો કાશ્મીર આપણી સાથે ન હોત. તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ કરતા કહ્યું કે કાશ્મીરનો ઉકેલ જમુરિયત, કાશ્મીરીયત અને ઈન્સાનિયત છે. મારું માનવું છે કે તેનાથી જ સમસ્યાનો ઉકેલ પણ આવશે.

દિગ્વિજય સિંહે અગાઉ પુલવામા હુમલા માટે ગુપ્તચર વિભાગને જવાબદાર ઠેરાવી હતી.

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે જો કોઇ બીજો દેશ હોત તો પ્રધાનમંત્રી નહીં પરંતુ ગૃહમંત્રીને રાજીનામા આપવા માટે મજબૂર કરી દેવામાં આવતા, પરંતુ અહીંયા જે કોઇ આ સમસ્યા પર પ્રશ્ન ઊઠાવે છે એને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે.

Previous articleઆરીફ મોહમ્મદને કેરળના ગવર્નરની જવાબદારી મળી
Next articleઆર્થિક કટોકટી માટે મોદી સરકારની નીતિ કારણરૂપ