સુરકા પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન, શિક્ષક વંદના સમારોહ યોજાયો

561

ગઢડા તાલુકાના ઉગામેડી સી.આર.સી કેન્દ્રની સુરકા પ્રાથમિક શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ નિમિત્તે શાળામાં સ્વયં શિક્ષક દિન અને શિક્ષક વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૬ થી ૮ નાં બાળકોએ  સમયપત્રક અને આયોજનબદ્ધ રીતે શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી હતી અને આનંદપૂર્વક તેઓએ શિક્ષણ કાર્ય કરાવ્યું હતું.સ્વયં શિક્ષક દિન નિમિત્તે મેર મિતુએ  આચાર્ય તરીકે જવાબદારી નિભાવી હતી તો ઉપ આચાર્ય તરીકે ચુડાસમા રુચિતાએ કાર્યભાર સંભાળ્યો હતો અને સુપરવાઈઝર તરીકે લકુમ બંસી અને સાથળીયા વિશ્વાસ એ  જવાબદારી સંભાળી હતી, તો સેવક તરીકે જતાપરા કલ્પેશે ફરજ બજાવી હતી.સમગ્ર શિક્ષણ કાર્યનું સુચારુ આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શિક્ષક વંદના સમારોહ યોજવામાં આવ્યો હતો. શિક્ષક વંદના સમારોહમાં સુરકા ગ્રામ પંચાયત અગ્રણી મુળજીભાઈ ડેરવાળીયા ખાસ ઉપસ્થિત રહી  બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.જેમાં સ્વાગત પ્રવચન સુરેશભાઈ લકુમે આપ્યું હતું. શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું પુષ્પગુચ્છ આપી વંદના -સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા  “મને શિક્ષક ગમે ” વિષય પર વક્તવ્યો આપ્યા હતા.શાળાનાં શિક્ષક રોહિતભાઈ રાવલ તરફથી ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત શાળાનાં આચાર્યશ્રી ભીખાભાઈ સોલંકી દ્વારા પ્રાસંગિક  ઉદબોધન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ રાજેશભાઈ વેલાણી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન કપિલભાઈ સતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉમેશભાઈ પટેલ અને વનરાજભાઈ વાસાણી દ્વારા તેમજ ટીમ સુરકાએ જહેમત ઉઠાવી હતી.

Previous articleઠોડા પ્રા.શાળા ઉમરાળા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે ખો ખોમાં વિજેતા
Next articleઅમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો  દ્વારા ૧૮ થી પણ વધુ રોગોની સારવાર એક જ સ્થળે – વિભાવરીબેન દવે