ભાવનગર જિલ્લામાં આજે ૫ કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ

88

ભાવનગરમાં સતત અઠવાડિયા થી દિવસે ને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ ભાવનગરમાં ઘણા લાંબા સમય બાદ એક સાથે ૫ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, આજે નવો ૫ કોરોનાનો કેસ નોંધાયો હતો, જેમાં શહેરમાં ૩ પુરુષ અને ૧ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એક પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આમ, શહેરમાં દર્દીની સંખ્યામાં વધીને ૧૧ પર પોહચી છે જ્યારે ગ્રામ્યમાં ૨ દર્દી મળી કુલ ૧૩ પર પોહચી છે, ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૫૨૬ કેસ પૈકી હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૯ દર્દીઓનું અવસાન થયા છે.

Previous articleભાવનગર શહેરના એરપોર્ટ કોલોની પાસે રહેતા જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું
Next articleઆગના જોખમોથી બચવા માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે