આગના જોખમોથી બચવા માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

25

રેલવે બોર્ડના નિર્દેશો મુજબ, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનમાં આગથી બચવા માટે ૨૩મી ડિસેમ્બર, ૨૦૨૧થી વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ૩ વર્ષમાં ભારતીય રેલ્વેની પેસેન્જર ટ્રેનોમાં આગની ૧૭ ઘટનાઓ બની છે અને તેમાંથી ઘણી ઘટનાઓ કોચના ટોયલેટમાંથી નીકળતી આગને કારણે છે. ધૂમ્રપાન કરવું અને/અથવા શૌચાલયના ડસ્ટબિનમાં સળગતી સિગારેટની બટ/મેચસ્ટિક ફેંકવી એ એક મોટું જોખમ છે. કેટલાક મુસાફરોની અવિચારી વર્તણૂક ટ્રેનોમાં અન્યની સલામતી માટે જોખમ ઊભું કરી રહી છે. પેસેન્જર ટ્રેનોના તમામ શૌચાલયોમાં ધુમ્રપાન પર પ્રતિબંધ સાથે સંબંધિત પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે જેથી મુસાફરોને જાગૃત કરવામાં આવે અને આ બેદરકારીને કારણે કોઈપણ સળગતી વસ્તુ ડસ્ટબિનમાં ફેંકવા સામે સાવચેતી રાખવામાં આવે. પ્રવાસ દરમિયાન ધૂમ્રપાનથી સંપૂર્ણપણે દૂર રહેવા માટે મુસાફરોને જાહેરાત પ્રણાલી દ્વારા પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. મુસાફરો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા પર નિયમ મુજબ દંડ વસૂલવામાં આવી રહ્યો છે.