રેલ્વે ટર્મીનસમાં ગીર્દીનો લાભ લઈ મોબાઈલ ચોરનાર શખ્સ જબ્બે

1786

ભાવનગર ટર્મીનસ ખાતે મહુવા-ભાવનગર ટ્રેનમાંથી ઉતરતી વખતે ગીર્દીનો લાભ લઈમોબાઈલની ચોરી કરનાર શખ્સને રેલ્વે પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના જશોનાથ મંદિર પાસે ક્વાર્ટસમાં રહેતા શૈલેષભાઈ વાસુદેવભાઈ મહેતા મહુવા-ભાવનગર ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે એક શખ્સે ટ્રેનમાંથી ઉતરતી વખતે ગીર્દીનો લાભ લઈ શૈલેષભાઈના ખીસ્સામાંથી મોબાઈલ નંગ-૧ કિ.રૂા.૯ હજારનો સેરવી લઈ નાસી છુટતા રેલ્વે પોલીસે શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતા રાજુલાના પડીયા આશ્રમ પાસે વડલી રોડ પર રહેતો કિશન મગનભાઈ ચુડાસમા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ધોરણસર અટક કરી વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ટી.બી. રામાનુજે હાથ ધરી છે.

Previous articleમાધવનગરના બંધ મકાનમાંથી ચોરી કરનાર બે ઈસમ ઝડપાયા
Next articleશહેરમાં પ્રોેફેશનલ રાસ ગરબાર યોજવા અંગે આયોજકોમાં નિરસતાનો માહોલ