માધવનગરના બંધ મકાનમાંથી ચોરી કરનાર બે ઈસમ ઝડપાયા

875

શહેરના ટોપ-થ્રી સર્કલ પાસેના માધવનગર સોસાયટીના બંધ મકાનમાંથી ઘરફોડ ચોરી કરનાર બે ઈસમોને એલસીબી ટીમે ઝડપી લીધા હતા. જ્યારે મહિલા આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન અધેવાડા ગામે આવતાં પો.કો. ચિંતનભાઇ મકવાણાને માહિતી મળી આવેલ કે, ભાવનગર, અધેવાડા ગામનાં બસ સ્ટેશન પાસે બે ઇસમો શંકાસ્પદ ચીજવસ્તુ સાથે ઉભા છે. જે માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં વિજયભાઇ હિંમતભાઇ સોલંકી ઉ.વ.૨૧ રહે.હાલ-ગધેડિયા ફિલ્ડ, ઝુપડ પટ્ટી મુળ-ત્રાપજ તા.તળાજા અને સોમુભાઇ અશોકભાઇ વાઘેલા ઉ.વ.૧૯ રહે.હાલ-સુરત, ગીતાંજલી પોલીસ ચોકી પાસે,વરાછા મુળ-દે.પુ. વાસ,ભીલવાડા, પાલીતાણા વાળા ટ્રકનો સામાન, લોખંડનો મોટર પંપ તથા  સોનાનો ચેઇન તથા બાજનાં ડિઝાઇનવાળા પેન્ડલ સાથે મળી કુલ રૂ.૧૯,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.જે અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેઓએ ઉપરોકત વસ્તુઓ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. બંને ઇસમની પુછપરછ કરતાં ઉપરોકત તમામ સામાન તેઓએ આજથી ત્રણેક દિવસ પહેલાં તેઓ બંને તથા કાજલબેન જસુભાઇ કમાભાઇ પરમાર રહે.રતનપર તા.ઘોઘા જી.ભાવનગર વાળાએ મળી લીલા સર્કલથી ટોપ થ્રી રોડ ઉપર આવેલ માધવનગર સોસાયટીમાં આવેલ બંધ મકાન માંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

Previous articleશહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ
Next articleરેલ્વે ટર્મીનસમાં ગીર્દીનો લાભ લઈ મોબાઈલ ચોરનાર શખ્સ જબ્બે