શહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ

997

ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. આ મિટીંગમાં ભાજપના સભ્યો હોદ્દેદારોને આવનારા સમયમાં ચૂંટણી અંગે માર્ગદર્શનથી અવગત કરાવવામાં આવ્યા હતા.

શહેરના શિવશક્તિ હોલ ખાતે શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદીની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરભરમાંથી આવેલા ભાજપના અલગ-અલગ હોદ્દાઓના હોદ્દેદારો તથા સભ્યોને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ ભારતીબેન શિયાળ સહિતનાઓએ સંબોધી આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે કામગીરી અંગે માર્ગદર્શન આપી બુથ લેવલની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ બેઠકમાં શહેર ભાજપના સભ્યો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleમજેઠીયા પરિવારે પરિવારના વડીલના અંગદાન કરી સમાજને નવો રાહ ચિંધ્યો
Next articleમાધવનગરના બંધ મકાનમાંથી ચોરી કરનાર બે ઈસમ ઝડપાયા