ઠોડા પ્રા.શાળા ઉમરાળા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે ખો ખોમાં વિજેતા

529

ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ઠોડા પ્રા. શાળા વિજેતા થયેલ છે.  ઉમરાળા ખાતે યોજાયેલ અંડર ૧૪ ટીમ ખો ખો રમતમાં ઠોડા પ્રા.શાળા પ્રથમ નંબરે વિજેતા થયેલ છે.  ઉમરાળા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં પ્રથમ નંબરે વિજેતા બની ઠોડા ગામ અને શાળાનું ગૌરવ વધારેલ છે ઉમરાળા તાલુકાની ફાઇનલ યોજાયેલ તેમાં બે.શાળાઓ હતી રેવા પ્રા.શાળા સામે ઠોડા પ્રા.શાળાની ટીમનો ભવ્ય વિજય થયેલ છે વિજેતા ટીમ ઠોડા પ્રા.શાળા આગામી તા.૨૦-૯-૧૯ના રોજ ભાવનગર જિલ્લા કક્ષાએ ખો ખો રમત રમવા વલ્લભીપુરના નવાગામ ખાતે રમવા જવાનું છે ઠોડા પ્રા.શાળા ટીમના કોચ તરીકે શિક્ષક લખમણભાઇ વણકર ખાસ કામગીરી કરીને ટ્રેનિંગ આપી રહિયા છે  ઠોડા પ્રા.શાળા ટીમ છેલ્લા ઘણા વર્ષો પછી તાલુકા કક્ષાએ વિજેતા થતા શાળા તથા ઠોડા ગામનું ગૌરવ વધારેલ છે.

Previous articleબરવાળાની સરકારી હાઈસ્કુલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ
Next articleસુરકા પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન, શિક્ષક વંદના સમારોહ યોજાયો