અડધાથી વધુ કામ બાકી,૩૧ ઑક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠ

438

૩૧મી ઓક્ટોબર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પુરા થતા હોય વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની પ્રથમ વર્ષ ગાંઠ ભવ્ય રીતે ઉજવવા રાજ્ય સરકાર થનગની રહી છે. ત્યારે ૩૧ મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસમાં ઊભા કરવામાં આવી રહેલાં ૩૦ જેટલાં પ્રોજેક્ટનું પી.એમ. નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થનાર હતું. જોકે હાલમાં આ તમામ પ્રોજેક્ટોની કામગીરી હજી અધુરી હોઇ કાર્યક્રમ રદ કરવામાં આવે તેવા એંધાણ સર્જાયા છે.

જંગલ સફારી માં ૧૮૦૦ થી વધુ પ્રાણી પક્ષીઓ લાવવાના છે. હજુ તેના માટે ઘર બન્યા નથી કે નથી બન્યા. હજુ ૨૦૦ થી વધુ એકરો માં કામગીરી કરવાની છે. આ જંગલી પ્રાણીઓની જાળવણી અને કાળજી રાખવાની છે. ત્યારે તેની સામે પ્રવાસીઓ ની સુરક્ષા પણ જરૂરી હોઇ ઉતાવળે કામગીરીમાં જો ગુણવત્તા જાળવી ન શકાય તો મોટી મુશ્કેલી થાય એમ છે.સ્ટેચ્યૂ પર હાલ ૩૦ જેટલા પ્રોજેકટ યુદ્ધ ના ધોરણે ચાલી રહ્યા છે. પરંતુ ઉતાવળમાં કેવી ગુણવત્તા ન જળવાતી હોવાનું ઉદાહરણ સ્ટેચ્યૂ પાસે બનતા ડાયનાસોર પાર્કમાં ખબર પડી ગઈ હતી. આ મહાકાય ડાયનાસોર હાલ પોતાની ઉંચાઈના વેઠી શક્યો અને કકડભૂસ થઈ નીચે પડ્યો હતો. આગામી ૩૧ ઓક્ટોબર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વર્ષગાંઠ હોઇ પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા ગુજરાત સરકાર ની ટીમો રાત દિવસ કામે લાગેલી છે. વિવિધ ૩૦ પ્રોજેક્ટો બનાવવાની કામગીરી ચાલે છે.

ત્યારે એક આકર્ષણ ડાયનાસોર પાર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે.

Previous articleવિસાવદર રેન્જના જંગલમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો
Next articleવડોદરામાં જીમખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી : ૫૦ શકુનીઓ ઝડપતી પોલીસ