દ. ગુજરાતમાં મેઘો મૂશળધાર : વલસાડ-વાપીમાં વરસાદી આફત

641

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૪૮ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગાહી પ્રમાણે સુરત, તાપી,વલસાડ, નવસારી,ડાંગ,ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ પ્રમાણએ વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ ૮.૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ શહેરમાં ૮.૦૯ ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં ૭.૯ ઇંચ વાપીમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વલસાડના વાપીમાં વરસાદી માહોલથી તારાજીની સ્થિતિ સર્જાઇ છે. વલસાડના અનેક મંદિર અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડમાં ભારે વરસાદથી વાપીના મુખ્ય રસ્તા પણ નદીમાં ફેરવાયા હતા. વાપીના ગુંજન, છરવાડા, ટાઉન, ય્ૈંડ્ઢઝ્રમાં પાણી ભરાયા હતા.

મુંબઈ તરફ જતા વાહનવ્યવહાર અને રેલવે સેવાને અવળી અસર પડી છે. વલસાડ અને વાપીમાં ભારે વરસાદને કારણે મુંબઈ તરફની તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડી રહી હોવાનું પશ્ચિમ રેલવેએ ટ્‌વીટ દ્વારા જણાવ્યું છે.

વલસાડ જિલ્લાના વાંકલ ગામ નજીક વણજાર ખાડી પરનો એક બાંધકામ હેઠળનો પૂલ તૂટી પડ્યો છે. આ પૂલ વાંકલ અને ફલધરા ગામોને જોડતો હતો. ભારે વરસાદને કારણે તૂટી પડેલો આ પૂલનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

મધુબન ડેમના દરવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દમણગંગા બે કાંઠે વહેતા મધુબન ડેમની સપાટી વધીને ૭૪.૨૦ મીટર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક થતા સાત દરવાજા ૫.૨૦ મીટર સુધી ખોલી દેવામાં આવ્યાં છે. મધુબન ડેમમાં પાણી છોડવામાં આવતાં તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે. દમણગંગા નદી બે કાંઠે નદી કિનારાનાં ગામોને સાવચેત રહેવા તંત્રએ સૂચન આપ્યું છે.

ઉપરવાસમાં થયેલા વરસાદનાં પગલે નવસારીની ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઘોડાપુર આવ્યું છે. ગરગડીયા ગામનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. વલસાડ ખેરગામનો રસ્તો પણ બંધ થઇ ગયો છે. પુલ પાણીમાં ગરકાવ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા થઇ ગયા છે.

દમણગંગાના કિનારે આવતા ગામો અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકોને કાંઠા વિસ્તારથી સલામત સ્થળે ખસી જવાની સ્થિતીમાં છે. નદીએ ભયજનક સ્થિતી વટાવી છે. વલસાડ જિલ્લાની તમામ મોટી નદી, ઓરંગા, પાર અને તાન બે કાંઠે છે. તંત્રએ દ્ગડ્ઢઇહ્લની એક ટીમ તહેનાત રાખી છે.

દાહોદના વરસાદની વાત કરીએ તો દાહોદનું ઐતિહાસિક છાબતળાવ ઓવરફ્લો થઇ ગયું છે. શનિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદથી તળાવ ઓવરફલો થઇ ગયું છે. દાહોદમાં ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. દાહોદમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર થતા નદી નાળા છલકાઇ ગયા છે.

વાપીમાં પણ ગઇકાલથી વરસાદ સતત વરસી રહ્યો છે. વાપીની બિલખાડી ઓવરફલો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતા ૩ બાઇક તણાઇ ગઇ છે. ૪ વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.

હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં રાજ્યના ૨૧ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૧ જિલ્લાના ૧૨૯ તાલુકમાં ૧ મિ.મી. વરસાદથી લઈને ૮.૧૫ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સુરત શહેરમાં નોંધાયો છે. સુરત શહેરમાં સવારે ૬.૦૦ વાગ્યા સુધીમાં ૧ મિમિ. નોંધાયો છે જ્યારે સૌથી વધુ કપરાડામાં ૮.૧૫ ઇંચ નોંધાયો છે.

Previous articleતલાટી-મંત્રી મંડળનાં હોદ્દેદારોની વરણી
Next articleબનાસકાંઠા : ટડાવ પાસે કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યું