ગીર-સોમનાથમાં ભાદરવો ભરપૂરઃ શિંગોડા-હિરણ-૨ ડેમ ઑવરફ્લૉ

509

રાજ્યના કાંઠા વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં ૨૪ કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાદરવો ભરપૂર થવાના લીધે જિલ્લાના બે મોટા ડેમ અને એક ચેકડેમ ઓવરફ્લો થયો છે. વરસાદના પગલે ગીરના જંગલમાં આવેલો શિંગવડા ડેમ અને હિરણ-૨ ઓવરફ્લો થયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા વરસાદના પગલે મેઘમહરે થઈ છે. જિલ્લાના તાલાળા શહેરથી પ્રાચી પીપળા તરફ આવવાનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

તાલાળા શહેરના આકોલવાડી ગામ નજીક કૉઝવે પરથી પસાર થતી એક કાર પાણીના વહેણમાં તણાઈ હતી. કાર તણાતાં જૂનાગઢ નજીકના બીલખા ગામના કાર ચાલક હસમુખ મુંજપરા લાપતા બન્યા છે. વરસાદના કારણે ગીર ગઢડા તુલાનો દ્રોણેશ્વર ડેમ પણ છલકાયો છે.

ગીર સોમનાથમાં છેલ્લા ૩૦ કલાકમાં ઉનામાં એક ઇંચ, કોડિનારમાં ૪.૨ ઇંચ, ગીર ગઢડામાં ૧૧ મી.મી. વેરાવળમાં ૨.૫ ઇંચ, તાલાળામાં ૪.૨ ઇંચ અને સુત્રાપાડામાં ૨.૩ ઇંચ વરસાદ વરસ્યો છે.

વરસાદના કારણે શિંગવડા ડેમનાં ૩ દરવાજા ૦.૩૦ મીટર ખોલાયાં, જયારે હિરણ-૨નાં પાંચ દરવાજા ખોલાતાં નીચાણવાળઆ વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

Previous articleરાજકોટના આજીડેમમાં નવા નીરની આવક થતાં ઑવરફ્લૉ
Next articleપૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીનું ૯૫ વર્ષની ઉંમરે નિધન