પોલીસ જ લૂંટારું બની..!!સલૂનમાંથી ૮૫ હજારની લૂંટ કરી, ૪ની ધરપકડ

470

યુનિવર્સિટી રોડ પર બ્યુટીપાર્લર કમ વાળંદની શોપમાં ત્રણ પોલીસકર્મી સહિત ચાર શખ્સોએ ખોટા ધંધા કરો છો કહી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે તપાસ કરતાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ત્રણ ટ્રાફિક પોલીસ હોવાનું સામે આવ્યું હતું. જેથી કેયુર આહીર અને જોગેશ ગઢવી સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધી હતી. જેમાં ટ્રાફિક પોલીસે ડી સ્ટાફની ખોટી ઓળખ આપી દુકાનદારના ખિસ્સામાંથી ૮૦ હજાર, ટેબલ પર પડેલા ૫ હજાર અને સીસીટીવીનું ડીવીઆર સહિત ૮૯ હજારની લૂંટ ચલાવી હતી. મહત્વનું છે કે ૪માંથી ૨ ટ્રાફિક પોલીસમેન છે અને એક હેડક્વાર્ટરનો સસ્પેન્ડ પોલીસ કર્મચારી છે. તેમજ ચોથો વ્યક્તિ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું હતું

ફરિયાદી અશોકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ૬ તારીખે બપોરે હું મારા સલૂનમાં હતો ત્યારે ૪ શખ્સો મારી પાસે આવ્યા હતા અને તેમાંથી ત્રણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડી.સ્ટાફના હોવાની ઓળખ આપી હતી. જે બાદ આ શખ્સોએ ’તમે તમારા સલૂનમાં લેડિઝ મારફત ખોટા ધંધા કરાવો છો’ એમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. મેં તેને કહ્યું કે અમે ખોટું કામ કરતા નથી તો એક શખ્સે મને લાફો માર્યો હતો અને ચુપ રહેવાનું કહ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ કરતાં પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા કેયુર આહિર અને જોગેશ ગઢવીનું નામ સામે આવ્યું હતું. હાલ પોલીસે સમગ્ર મામલે ચારેય આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Previous articleસયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનું પગાર મુદ્દે હલ્લાબોલ
Next articleઅંબાજીનાં મહામેળામાં પ્રથમ દિવસે ૩ લાખ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો