અંબાજીનાં મહામેળામાં પ્રથમ દિવસે ૩ લાખ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો

412

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું ઉદઘાટન રવિવારે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કરાવ્યું હતું. અંબાજીમાં પહેલા દિવસે જ લાખો ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. સાત દિવસના મહામેળાના પ્રથમ દિવસે જ ભક્તો ધજા લઈને મંદિર પરિસરમાં પહોંચ્યા હતા.

મેળાના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં ૩ લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. તેમજ મેળાના પ્રથમ દિવસે મંદિરને દાન ભેટની કુલ આવક પણ ૬૧.૨૦ લાખ રૂપિયાની થઈ હતી. તો વિવિધ બેંકમાં ૩૨.૯૮ લાખની આવક થઇ છે.

અંબાજીમાં મહામેળાના કારણે રાજ્યના એસટી વિભાગે પણ ખાસ વ્યવસ્થા કરી છે. રાજ્યના એસટી વિભાગે ૪૪૨ ટ્રીપ અંબાજીની કરી છે, જેમાં ૧૯ હજારથી વધુ યાત્રાળુઓએ મુસાફરી કરી છે. અંબાજીમાં ઉડનખટોલાની વાત કરીએ તો, કુલ ૫૨૦૦ યાત્રાળુઓએ તેનો લાભ લીધો છે.

પ્રથમ દિવસની મેળામાં કુલ આવક ૬૧,૨૦,૮૨૬ થઈ. મંદિરના શિખરે ૧૩૦ ધજાઓ ચઢાવાઈ, ૨૨,૪૧૯ લોકોએ ભોજન પ્રસાદ લીધુ, ૩,૨૦,૩૦૦ પ્રસાદનું વિતરણ થયું, ૧૯,૦૮૯ પ્રવાસીઓએ બસનો લાભ લીધો.

Previous articleપોલીસ જ લૂંટારું બની..!!સલૂનમાંથી ૮૫ હજારની લૂંટ કરી, ૪ની ધરપકડ
Next articleરાજ્યમાંથી બાળકોની ઉઠાંતરી કરતી ગેંગના સૂત્રધારની લોનાવાલાથી ધરપકડ