આજથી શ્રાદ્ધ શરૂ, એક પખવાડિયા સુધી માંગલિક કાર્યો નહીં થઈ શકે

497

પિતૃપક્ષ આજથી શરૂ થઈ રહ્યું છે. પિતૃપક્ષ પૂર્ણિમાની સાથે શરૂ થઈને ૧૬ દિવસો બાદ સર્વ પિતૃ અમાસના દિવસે સમાપ્ત થાય છે. આ ૧૬ દિવસોમાં હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે. આ વખતે પિતૃપક્ષ ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થાય છે, જે ૨૯ ડિસેમ્બર સુધી ચાલશે.

ભાદ્રપદ શ્રાદ્ધ તિથીઓ (મહાલય) આ પ્રમાણે છે. ૧૪ સપ્ટેમ્બર ભાદરવા શુદ ૧૫ શનિ એકમનુ શ્રાદ્ધ, ૧૫ સપ્ટેમ્બર ભાદરવા વદ ૧ રવિ બીજનું શ્રાદ્ધ, ૧૬ સપ્ટેમ્બર ભાદરવા વદ ૨ સોમ, ૧૭ સપ્ટેમ્બર ભાદરવા વદ ૩ મંગ, ત્રીજનુ શ્રાદ્ધ, સંકષ્ટિ, અંગારકી, આખો દિવસ અમૃતસિદ્ધિ યોગ, ૧૮ સપ્ટેમ્બર ભાદરવા વદ ૪ બુધ ચોથનુ શ્રાદ્ઘ, (ભરણી શ્રાદ્ધ) આ દિવસે પૂનમનુ શ્રાદ્ધ પણ કરી શકાય                                                                            , ૧૯ સપ્ટેમ્બર ભાદરવા વદ ૫ ગુરૂ પાંચમનુ શ્રાદ્ધ (કૃતિકા શ્રાદ્ધ), ૨૦ સપ્ટેમ્બર ભાદરવા વદ ૬ શુક્ર છઠ્ઠનુ શ્રાદ્ધ, ૨૧ સપ્ટેમ્બર ભાદરવા વદ ૭ શનિ સાતમનું શ્રાદ્ધ, ૨૨ સપ્ટેમ્બર ભાદરવા વદ ૮ રવિ આઠમનું શ્રાદ્ધ (આ દિવસે પૂનમનુ શ્રાદ્ધ કરી શકાય), ૨૩ સપ્ટેમ્બર ભાદરવા વદ ૯ સોમ, નોમનું શ્રાદ્ધ (અવિધવા નોમ) સૌભાગ્યવતીનું શ્રાદ્ધ, ૨૪ સપ્ટેમ્બર ભાદરવા વદ ૧૦ મંગ, દશમનુ શ્રાદ્ધ, ૨૫ સપ્ટેમ્બર ભાદરવા વદ ૧૧ બુધ, અગ્યારસનુ અને બારસનુ શ્રાદ્ધ સંન્યાસીઓનુ શ્રાદ્ધ (આ દિવસે પૂનમનું શ્રાદ્ધ કરી શકાય), ૨૬ સપ્ટેમ્બર ભાદરવા વદ ૧૨ ગુરૂ, તેરસનુ શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ બાળકોનુ શ્રાદ્ધ, ૨૭ સપ્ટેમ્બર ભાદરવા વદ ૧૩ શુક્ર ચૌદશનુ શ્રાદ્ઘ, શસ્ત્રથી મરેલાનું શ્રાદ્ધ, ૨૮ સપ્ટેમ્બર ભાદરવા વદ ૧૪ સાથે શનિ, સર્વપિતૃ અમાસ તેમજ પૂનમનું શ્રાદ્ધ, ૨૯ સપ્ટેમ્બર આશો સુદ ૧ રવિ, માતા મહ શ્રાદ્ધ.

Previous articleપાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલ ૧૩ વર્ષની બાળકીને રેસ્ક્યુ કરી બચાવાઈ
Next articleમધ્યપ્રદેશ : ગણેશ વિસર્જન વેળા ડુબી જવાથી ૧૧ મોત