રિક્ષામાં આવેલા ઈસમો કેશવાનમાંથી રૂ.૨૦ લાખની લૂંટ મચાવી ફરાર

389

ચોકબજાર વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંક બહાર ૨૦ લાખની લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. વિવિધ બેંકમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી કંપનીની વેનમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી. રિક્ષામાં આવેલા અજાણ્યા ઈસમો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઘટના બની તેનાથી ૨૦૦ મીટર દૂર જ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઉધના સિલિકોન શોપર કોમ્પલેક્સમાં આવેલી રેડિયન્ટ કંપની વિવિધ બેંકોમાંથી રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરે છે. આજે કંપનીની ગાડી રૂપિયા લઈને ડ્રાઈવર સુભાષ અને ગનમેન રમેશસીંગ ચોકબજાર ખાતે આવેલી એસબીઆઈ બેકમાં રૂપિયા જમા કરવવા ગયા હતા. ગનમેન ગાડીમાં બેઠો હતો. અને ડ્રાઈવર ૪૨ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બેંકમાં જમા કરવવા ગયો હતો. દરમિયાન રિક્ષામાં અજાણ્યા ચાર જેટલા ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ ગમનેમને કહ્યું હતું કે, તારા ૧૦ રૂપિયા પડી ગયા છે. જેથી ગનમેન ગાડીમાંથી ઉતરી ૧૦ રૂપિયા લેવા જતા અજાણ્યા ચપળતાથી ગાડીમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રિક્ષામાં ફરાર થઈ જાય છે. ગનમેનને બેગની ઉઠાંતરી થઈ હોવાની જાણ થાય છે. દરમિયાન ડ્રાઈવર પણ આવી જાય છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

૨૦ લાખની લૂંટની ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ, એફએસએલ, ડોગ સ્કવોર્ડની ટીમ પણ જોડાઈ છે. પોલીસ તપાસ કરતા બેંકના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ છે. જ્યારે પોલીસને લૂંટારૂ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાનો નંબર મળી જતા સીસીટીવી અને રિક્ષાના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોક બજાર ખાતે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે. જેનાથી અંદાજે ૨૦૦ મીટરના અંતરે જ એસબીઆઈ બેંકની ચોકબજારની શાખા આવેલી છે. જેમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી ખાનગી કંપનીની વેનમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી.

Previous articleમુંબઇથી રાજકોટ જતી લકઝરી બસમાં શોર્ટસર્કિટથી આગ, તમામ મુસાફરો સલામત
Next articleNSUIએ હેલ્મેટ પહેરી ટ્રાફિક નિયમોના વિરોધમાં ટ્રાફિક બૂથ પર સૂત્રોચ્ચાર કર્યા