ડેન્ગ્યૂના લારવાવાળી ૧૪ બાંધકામ સાઇટને નોટિસ

443

વરસાદે વિરામ લીધા બાદ કુડાસણ, સરગાસણ, રાંદેસણ, અડાલજ સહિતના વિસ્તારોમાં આવેલી ૨૧૫ બાંધકામ સાઇટનું જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૧૪ બાંધકામ સાઇટમાં ડેન્ગ્યુના લારવા મળી આવતા બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હતી.ઉપરાંત બાંધકામ સાઇટમાં પાણી ભરાઇ રહે નહી તેની કાળજી રાખવાની સુચના આપી હતી.

હાલની ચોમાસાની સીઝનમાં મચ્છરની ઉત્પત્તિનું પ્રમાણ સવિશેષ હોય છે. મચ્છરની ઉત્પત્તિથી વાહકજન્ય રોગચાળો વકરતો હોય છે. જેનાથી તાવ, મેલેરીયા, ડેન્ગ્યુ સહિતની બિમારીના ઘરે ઘરે ખાટલા મંડાતા હોય છે. ત્યારે વાહકજન્ય રોગચાળો બેકાબુ બને નહી અને મચ્છરની ઉત્પત્તિ થતી અટકે તે માટે જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા સઘન ચકાસણી કરવામાં આવે છે.

જિલ્લા મેલેરીયા વિભાગ દ્વારા ગ્રામ્ય તેમજ શહેરમાં રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મચ્છરની ઉત્પત્તિ પાણી ભરાઇ રહેતું હોય ત્યાં વધુ થતી હોય છે. આથી પાણીનો સૌથી વધારે પ્રમાણમાં ભરાવો કન્સ્ટ્રક્શન સાઇટમાં વધુ થતું હોય છે.

ઉપરાંત બાંધકામ સાઇટમાં મચ્છર ઉત્પત્તિ માટે સૌથી સરળ અને સલામત સ્થળ? બની રહેતું હોય છે. ત્યારે જિલ્લા મેલેરીયાની એક ટીમ દ્વારા દર સપ્તાહે બાંધકામ સાઇટની તપાસ કરવામાં આવે છે.

ગત સપ્તાહે જિલ્લા મેલેરીયાની ટીમે ગાંધીનગરની આસપાસની ૨૧૫ જેટલી બાંધકામ સાઇટોની તપાસ કરતા ૧૪ સાઇટ ઉપર ડેન્ગ્યુના લારવા મળી આવ્યા હતા. આથી બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટરની લાપરવાહી બદલ મેલેરીયાની ટીમે નોટીસ ફટકારી હતી. ઉપરાંત પાણીનો સંગ્રહ થાય નહી તે માટે તકેદારી રાખવા બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટરને સુચના આપી હતી.

Previous articleરેવન્યુ કર્મીઓ ધરણાં પર બેઠા, ૨૯મીથી હડતાલની ચીમકી
Next articleમોદીના ભાષણથી ચિદમ્બરમ બાદ હવે શોટગન પ્રભાવિત છે