૭૦ વર્ષ જૂના જર્જરિત મકાનો તોડતા તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

465

અમદાવાદ શહેરનાં નરોડા મેમ્કો પર આવેલી વિજય મિલ ક્વાર્ટર ૭૦ વર્ષ જૂનાં છે. જે ઘણાં જ જર્જરિત હાલતમાં છે. કોર્પોરેશને સવારથી જ ત્યાં રહેતા રહેવાસીઓને ખસેડીને ક્વાર્ટરને તોડવાની કામગીરી હાથ ધરી હતી. આ સામે સ્થાનિકોએ ઘણો જ રોષ ઠાલવ્યો હતો. અહીં લોકો પોતાના ઘરમાંથી જવા તૈયાર નથી. સ્થાનિકો આક્ષેપ કરે છે કે અમને રહેવાની કોઇ જ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. આ અંગે તંત્રનું કહેવું છે કે આ લોકોને પહેલા પણ ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી આ સાથે સવારે પણ નોટિસ પાઠવવામાં આવી છે. તે છતાં લોકો ઘર ખાલી કરવા તૈયાર નથી. આ મામલે મળતી માહિતી પ્રમાણે ૭૦ વર્ષ જૂના વિજય મિલ ક્વાર્ટરનાં ૭ અને ૧ નંબરની બિલ્ડિંગ તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. પહેલા ૭ નંબરની બિલ્ડીંગ જેને બળીયા લેન તરીકે ઓળખવામાં આવે છે તેને તોડવામાં આવશે જેમાં ૩૨ મકાન છે. બપોર પછી ૧ નંબરની બિલ્ડીંગ તોડી પાડવામાં આવશે.

હાલ સાત નંબરની બિલ્ડીંગમાંથી બધા લોકોને ઘર સામાન સહિત બહાર કાઢી લેવામાં આવ્યાં છે. આ દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનાં દ્રશ્યો પણ સર્જાયા હતાં. જેમાં હિતેન મકવાણા અને અન્ય સ્થાનિકની અટકાયત પણ કરવામાં આવી હતા.

Previous articleદૂધસાગર ડેરીની પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ : ૧૦૦ ખાલી થેલી આપો ૧ થેલી દૂધ લઇ જાવ
Next articleગાંજાની ડિલીવરી પર જનતા રેડ… ૩ પરપ્રાંતિય ઝડપાયા