૨૮ કિલો અને ૧૩.૫ ફૂટ લાંબુ ‘બાહુબલી પટિયાલા કેડીયુ’, ટ્રેડિશનલ ડ્રેસનો વર્લ્ડ રેકોર્ડ

562

નવરાત્રિને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રીની તૈયારીઓ થઇ રહી છે. પરંતુ નવરાત્રીને લઇને રાજકોટમાં ભારતનો સૌપ્રથમ અને કદાચ દુનિયાનો ટ્રેડિશનલ ડ્રેસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. રાજકોટના નિર્મલા રોડ ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં અરૂણા સિલેક્શનના નામે ડ્રેસીસ રેન્ટ પર આપતા મોનિકભાઇ ગોકાણીએ ૨૮ કિલો વજન અને ૧૩.૫ ફૂટના ટ્રેડિશનલ પટીયાલા કેડીયું બનાવ્યું છે.

આ કેડિયામાં અંદાજે ૩૫ મીટર કાપડ અને ૧૦૦થી વધારે પેચીશ લગાવવામાં આવ્યા છે. કેડીયામાં ૫ હજારથી વધારે આભલા ચોટાડવામાં આવ્યા છે. કેડીયાનું ટોટલ વજન ૨૮ કિલો થાય છે.

આ કેડીયાનું નામ બાહુબલી પટીયાલા કેડીયું રાખવામાં આવ્યું છે. પેચીશમાં રાઉન્ડ, હાર્ટશેઇપ, દાંડિયારાસ, બોર્ડર વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેડીયું તૈયાર કરવામાં ૧૮ દિવસનો સમય લાગ્યો હતો. તેમજ કેડિયા પાછળ ૨૮૦૦૦નો ખર્ચ થયો છે. ભારતમાં આ પ્રકારનું પ્રથમ કેડીયું બનાવવામાં આવ્યું છે.

Previous articleસચિન બંસલે CRIDSમાં ૭૪૦ કરોડનું રોકાણ કર્યુંઃ સીઇઓનું પદભાર સંભાળશે
Next articleસઘન બંદોબસ્ત સાથે તંત્રએ રસ્તે રખડતી ૪૫ ગાયોને પકડી