કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરનાર ડો.એચ.એલ. ત્રિવેદીનું નિધન

404

૫૦૦૦થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર જાણીતા ગુજરાતના કિડની સ્પેશિયાલિસ્ટ ડો.એચ.એલ. ત્રિવેદીનું અવસાન થયું છે. દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાતમાં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ તેમની દેણ છે. છેલ્લાં કેટલાક દિવસથી તેમની હાલત ગંભીર હતી. વર્ષથી તેમની તબિયત લથડી હતી, અને તાજેતરમાં જ તેમને કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા હતા.

બુધવારે બપોરે ૨.૩૫ કલાકે તેમનું અવસાન થયું હતું. તેમના પાર્થીવ દેહને દર્શાનાર્થે ઈન્સ્ટિટ્યુટના કિડની ઈન્સ્ટિટ્યૂટના કેમ્પસમાં આવતી કાલે સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી રાખવામાં આવશે. ઉંમરને કારણે ડો.એચ.એલ ત્રિવેદીના મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા હતા. તો તેઓ પાર્કિન્સન્સની બીમારીથી પણ પીડિત હતા. આ ઉપરાંત લીવરની સમસ્યા પણ હતી. નેફ્રોલોજિસ્ટ એવા ડો.એચ.એલ ત્રિવેદી ૫૦૦૦થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટનો વિક્રમ ધરાવતા હતા. જેથી તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. આ માટે ડૉ. ત્રિવેદીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડો.એચ.એલ ત્રિવેદીનું આખુ નામ ડો.હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી છે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડના વતની છે. વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તેઓ પ્રખ્યાત છે. અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાં અધ્યાપકની ફરજ બજાવી હતી, તેના બાદ તેમણે કેનેડાની વાટ પકડી હતી. પરંતુ તેમનો વતનપ્રેમ તેમને પરત ગુજરાત ખેંચી લાવ્યો હતો. અમદાવાદમાં આવીને તેમણે કીડની હોસ્પિટલનો પાયો નાંખ્યો હતો, અને આમ તેઓ ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા બન્યા હતા.

Previous articleઢબુડી માતાને પકડાવવા ઉપવાસ આંદોલન કરે તે પહેલા ભીખાભાઈને નજરકેદ કરાયા
Next article‘સ્વચ્છ ભારત દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લાના વહેલાલ ખાતે કરાઇ