રાજકોટમાં વરસતા વરસાદમાં રૉડ બનાવવાનો વીડિયો વાયરલ

363

આ વખતે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે ત્યારે દરેક જગ્યાએ રસ્તાઓમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે ઘણાં જ અકસ્માતો પણ થઇ રહ્યાં છે. હાલ રાજકોટમાં વરસાદમાં રોડ બનાવવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે લોકોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં કેવડાવાડી મેઈન રોડ પર વરસાદ સમયે ડામર કામ શરૂ કર્યું હતું. દિવાળી પહેલા શહેરનાં રસ્તાઓ રિપેર કરવાની જાહેરાત બાદ મનપાએ શહેરમાં પેચવર્કના કામ શરૂ કર્યા છે. રસ્તાનાં સમારકામની કામગીરી દરમિયાન જ ભારે વરસાદ ચાલુ થયો હતો આમ છતાં કોન્ટ્રાક્ટરે કામ બંધ કરવાના બદલે ચાલુ જ રાખ્યું હતું. આ અંગે કમિશનરે માહિતી મળતા તરત જ તપાસ કરવા આદેશ કર્યો હતો અને વિજિલન્સ શાખાની ટીમને દોડાવી રિપોર્ટ આપવા કહ્યું છે.

રસ્તાઓ વરસાદ એટલે પાણીને કારણે જ ધોવાઇ જાય છે ત્યારે વરસતા વરસાદમાં ડામર પાથરીને રસ્તાનું સમારકામ માત્ર કામ પુરૂ કરવા માટે જ કરાતુ હશે. વરસતા વરસાદમાં ડામર કામ ચાલુ રાખતા સ્થાનિકે વીડિયો ઉતારી કોંગ્રેસનાં આગેવાનોને જાણ કરી હતી. કોંગી આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ આ અંગે કમિશનરને રજૂઆત કરી હતી. કમિશનર ઉદિત અગ્રવાલે રજૂઆત બાદ તપાસ કરાવી તરત કામગીરી બંધ કરવા સૂચના આપી હતી.

Previous articleનાંદીસણ નજીક ઓવરબ્રિજ બનાવવાની માંગણી સાથે ગિન્નાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યું
Next articleરોંગ સાઇડ બાઇક હંકારતા બે સગા ભાઇઓએ પીએસઆઇ પર હુમલો કર્યો