ગાંધીનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડાએ રેલી કાઢી ફોર્મ ભર્યુ

599

લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડાએ બપોરના ૧૨.૩૯ના વિજય મૂહુર્તે ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ પહેલાં સવારે તેઓ વાસણિયા મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી અને ત્યાંથી જ રેલીની પ્રારંભ કર્યો હતો. અહીંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ચાવડાની સીધી ટક્કર તેમની સાથે થવાની છે.

ધારાસભ્યનું ખિસ્સું કપાયુંઃ ચાવડાની ઉમેદવારી સમયે હાજર રહેલા ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું ખિસ્સું કપાયું હતું. તેમાં ૨૫ હજાર જેટલી રકમ હોવાનું જાળવા મળે છે.

ચાવડા ધારાસભ્ય છેઃ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય એવા સી. જે. ચાવડાને લોકસભાના ઉમેદવાર બનાવાતા સ્થાનિક કોંગ્રેસી કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. નામ જાહેર થવા પહેલાં જ સી. જે. ચાવડા જ નક્કી હોવાનું માની કાર્યકરો કામે લાગી ગયા હતા. સી. જે. ચાવડાએ પણ ભાજપના ઉમેદવાર એવા અમિત શાહ સામે ટક્કર ઝીલવા નામ જાહેર થયા પહેલાં જ પ્રચાર શરૂ કરી દીધો હતો.

ફોર્મ ભરતાં પહેલા બેઠકઃ આજે ફોર્મ ભરતા પહેલાં સી. જે. ચાવડાએ ગાંધીનગર સેક્ટર-૨૨માં આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક નેતાઓ-કાર્યકરો સાથે બેઠક કરી હતી અને જરૂરી સલાહ-સૂચન આપ્યા હતા.

આમ ચાવડા તેમની ઉમેદવારી માટે ગુરુવારે તેમના ટેકેદારો સાથે ચૂંટણીફોર્મ ભરવા પહોંચ્યા હતા.

Previous articleપિતાને કોંગ્રેસમાંથી ટિકીટ મળતા પુત્રએ ભાજપ સાથે છેડો ફાડયો
Next articleસ્પેસમાં સૈન્ય તાકાત વધારશે ભારતઃ ઇસરો ૫ સૈન્ય ઉપગ્રહ લોન્ચ કરશે