૩૧ ઑક્ટોબર સુધી હેલ્મેટ પર છૂટ છતાં પોલીસે ૧૦૦ રૂ.નો દંડ વસૂલ્યો

425

રાજ્યમાં હેલ્મેટ અને પીયૂસી પર ૩૧ ઓક્ટોમ્બર સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જૂના મોટર વહિકલ એક્ટ મુજબ દંડ વસુલતી હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે એક વ્યક્તિને હેલ્મેટ ન પહેરવા બદલ ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાનો મેમો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

મેમોમાં હેલ્મેટ ન પહેરવા બદલ શનિવારે રાત્રે ૭.૪૫ વાગ્યે માલવભાઈ મિલાપભાઈ નામના વ્યક્તિને એન ડિવિઝન ટ્રાફિક પોલીસના પીએસઆઇ એમ.એમ. વ્યાસે જૂના નિયમ ૧૭૭ મુજબ ૧૦૦ રૂપિયાનો દંડ આપ્યો હોવાનો મેમો વાઇરલ થયો છે. આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ હેમંત પટેલે જણાવ્યું હતું કે, આ મામલે મને જાણ નથી તપાસ કરી લઉં છું. જયારે પીએસઆઇ વ્યાસે જણાવ્યું હતું કે ઘણા મેમો ફાડયા છે, આ બાબતે મને કાઈ જાણ નથી. મેમો બતાવશો તો ખ્યાલ આવશે.

ટ્રાફિક ડીસીપી (વેસ્ટ) અજીત રાયજનેને જણાવ્યું હતું કે, જૂના નિયમ મુજબ દંડ લેવામાં આવ્યો છે તે મામલે તપાસ કરી લઉં છું.

જો કે ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીએ ટ્રાફિક પોલીસકર્મીઓને જે પણ હેલ્મેટ ન પહેરેલા હોય તેની પાસેથી દંડ વસૂલવા માટે આદેશ કર્યા છે.

Previous articleઓ માય ગૉડઃ યુવતીના શરીરમાં આત્મા પ્રવેશ્યો,ઉંધી દોડવા લાગી
Next articleઅડધી રાત્રે સુભાષબ્રિજ પાસે આવેલ ૧૦૦ વર્ષ જૂનું મંદિર તોડી પડાયું