ઓ માય ગૉડઃ યુવતીના શરીરમાં આત્મા પ્રવેશ્યો,ઉંધી દોડવા લાગી

548

મોટાભાગે ફિલ્મોમાં બનતી હોય તેવી ઘટના સુરતમાં જોવા મળી છે. જે કોઈ બોલિવુડ કે હોલિવુડ હોરર ફિલ્મને ટક્કર આપવા માટે સક્ષમ છે.

સુરતનો એક અજીબોગરીબ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અને આ વીડિયો જોઈને ભલભલા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક યુવતીના શરીર રસ્તા પર ચાલતા ચાલતા સીધી દોડવાના બદલે ઉલટી દોડતી જોવા મળે છે. યુવતીના ભયાનક વર્તનના કારણે લોકોમાં નાસભાગ જોવા મળી રહી છે.

યુવતીના વર્તનને લઈને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહી. શરીરમાં કોઈ વિચિત્ર શક્તિએ પ્રવેશ કર્યો હોય તે યુવતીની હરકત અને તેના અવાજથી સૌ કોઈ ચોંકી ઉઠે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની જીએસટીવી પુષ્ટી કરતુ નથી. જોકે તે અડાજણ વિસ્તારનો હોવાનુ અનુમાન છે. હાલ તો સુરતમાં આ વીડિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આમ તો કોઈ ફિલ્મ જોતા હોઈએ તેવું દ્રશ્ય સુરતમાં રાતના સમયે સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ભાગાભાગી સર્જાય હતી. યુવતીના શરીરમાં જ્યારે સાચ્ચેક કોઈ આત્માએ પ્રવેશ કરી લીધો હોય તેમ તે ઉલટી દોડવા લાગી હતી. પણ થોડુ દોડ્યા બાદ યુવતી રસ્તા પર જ પડી ગઈ હતી તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

હવે આ વીડિયોની સત્યતા શું છે તે જાણવા માટે સમગ્ર ગુજરાતના લોકો આતૂર છે. કારણ કે અત્યાર સુધી આવું કોઈ દિવસ જોવા નથી મળ્યું કે પછી યુવતી માત્ર લોકોને પ્રેંક કરી રહી છે ?

Previous articleમારા થકી ગર્ભ હોય તો પણ પડાવી નાંખ નહીં તો છૂટાછેડા આપ
Next article૩૧ ઑક્ટોબર સુધી હેલ્મેટ પર છૂટ છતાં પોલીસે ૧૦૦ રૂ.નો દંડ વસૂલ્યો