ભરૂચમાં રૂ. ૪૪૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે : નીતિન પટેલ

645

નીતિન પટેલે જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં રૂા. ૪૪૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે જે અંગેના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે. ભાડભૂત યોજના આગામી સમયમાં સાકાર થતાં ઉધોગોને જરૂરી પાણી મળી રહેશે એટલું જ નહિ દરિયાની ખારાશ અટકશે અને જમીન ફળદ્રુપ થશે જેને પરિણામે ભરૂચ જિલ્લો વધુ હરિયાળો બનશે.શ્રી પટેલે ઉમેર્યું કે ભરૂચમાં આગામી વર્ષથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલથી નવીન મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયના ઔધોગિક વિકાસમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ક્ષેત્રનું મોટું યોગદાન છે. એમએસએમઈ ક્ષેત્ર ઉધોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તેમણે જણાવ્યું કે રાજયમાં એમએસએમઈ એકમોને સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ લેવામાંથી છૂટછાટ આપવામાં આવી છે એટલું જ નહીં ત્રણ વર્ષ સુધી આવી પરવાનગીઓ લેવામાંથી મુકિત આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔધોગિક વસાહતોના જળ પ્રદૂષણને નાથવા અંદાજે રૂા. ૬૫ કરોડના ખર્ચે એમએસએમઈ એકમો માટે ૧૦ એમ.એલ.ડીના કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કર્યું હતું.

નીતિન પટેલે અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં રૂા.૧.૨૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટરનું “સુષ્મા શાંતિ” સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટર નામકરણ કર્યું હતું. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે મે. સજજન ઇન્ડીયા લી. ધ્વારા રૂા. ૫૧ લાખનો માતબર આર્થિક સહયોગ સાંપડયો છે.

Previous articleદિવાળીના તહેવારની તૈયારી પુરજોશમાં.
Next articleગૌણ સેવા પસંદગી મંડળની કચેરીમાં ઉમેદવારોના દેખાવ