પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા આખો પ્લાન્ટ બળીને ખાખ

431

ગાંધીધામ ભચાઉ હાઇવે પર આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. અહી મોડી રાત્રે ૨ વાગ્યે આગ લાગી હતી. જેમાં સંપૂર્ણ પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ગાંધીધામ ભચાઉ હાઇવે પર નંદગામ પાસે આવેલી પ્લાસ્ટેન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મોડી રાત્રે કોઈ કારણોસર આગ લાગી હતી. આશરે ૧૦ જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોવાથી પ્લાસ્ટિકનો મોટો થતો હોવાના કારણે હજુ પણ આગ કાબૂમાં આવી શકી નથી. આ આગના કારણે કરોડો રૂપિયાની નુકસાની થઈ હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગ અંગે કંપનીના સંચાલક મુકેશભાઈ પારેખે જણાવ્યું હતું કે, મોડીરાત્રે લાગેલી આગનુ કારણ તપાસ કર્યા બાદ ખબર પડશે. આ ભયંકર આગને કારણે કરોડો રૂપિયાનુ નુકસાન થયું છે. પણ સવાર સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી. વિકરાળ આગના ગોટેગોટા ઉડતા આકાશમાં કાળાડિબાંગ વાદળો જેવું દ્રશ્ય સર્જાયું હતું. જોકે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ કરોડોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.

 

Previous articleકોરિડોરની કામગીરી દરમિયાન ક્રેન મહિલા પર પડતા મોત
Next articleફાયર સેફ્ટીના અભાવના પગલે ત્રણ માર્કેટ સહિત ૭૫ ઓફીસ-દુકાન સીલ