બે યુવતીઓએ આત્મહત્યા માટે નદીમાં ઝંપલાવ્યુ, બચાવવા પડેલા સિક્યુરિટી ગાર્ડ સહિત બેના મોત

487

અમદાવાદમાં સાબરમતી નદીમાં પડવાને કારણે બે લોકોનાં મોત નિપજ્યા છે. અમદાવાદના સુભાષબ્રિજ ઉપર બે યુવતીઓએ આત્મહત્યા કરવા માટે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. આ સમયે ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે યુવતીને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. એટલું જ નહીં, પણ ત્યાં હાજર અન્ય એક યુવાન પણ યુવતીને બચાવવા નદીમાં કૂદ્યો હતો. આ ઘટનામાં એક યુવતી અને સિક્યોરિટી ગાર્ડનું ડૂબી જવાને કારણે મોત નિપજ્યું છે. તો એક યુવતી અને યુવાનને બચાવી લેવાય છે. અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરનાર યુવતી પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના પરથી જાણકારી મળી છે કે, યુવતી રાજસ્થાનના બાડમેરની રહેવાસી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. યુવતીઓ કેમ આપઘાત કરવા માટે આવી હતી તે અંગેના કારણો જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Previous articleવધુ વળતર આપવાની લાલચ આપી ૪ કરોડનું કૌભાંડ આચર્યુંઃ ૨ની ધરપકડ
Next articleપૈસાની તંગીને કારણે એટીએમના સિક્યુરિટી ગાર્ડે જ તોડવાનો પ્રયાસ કર્યો