માતાજીની પૂજામાં સળગતા અંગારા ખાવાનાં ખેલનો વીડિયો વાયરલ

401

નવસારીના વાંસદા તાલુકાના નિરપણ ગામે માવલી માતાની પરંપરાગત રીતે પૂજા અર્ચન કરવામાં આવે છે. પૂજા અર્ચના દરમિયાન સળગતા અંગારાનો ખેલ કરતાં યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નિરપણ ગામે માવલી માતાના તહેવારીની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં સળગતા અંગારાનો ખેલ કરાયો હતો. ગામના ભુવાઓ માવલી માતાના પૂજા બાદ સળગતા અંગારા ખાવા અને સળગતા લાકડા વડે શરીર પર મારવાની પ્રથા છે. નિરપણ ગામે અનાજ ધાન્યની કાપણી પહેલા માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. સળગતા અંગારા પર ચાલીને માવલી માતાની આરાધના કરતા ધુણવાની પરંપરા રહેલી છે. વાંસદા તાલુકાના આજુબાજુના ગામના લોકોએ સળગતા કોલસાના કરતબો કરી માવલી માતાની પૂજા કરી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં મોટી સંખ્યામાં યુવકો માતાજીના સાનિધ્યમાં કરતબ કરતાં જોવા મળ્યાં હતાં. નાચતા ગાતા યુવકો જુવાર અને અન્ય ધાન્ય પાકોને સળગાવીને શરીર પર જાતે કોરડાની જેમ મારતાં જોવા મળ્યાં હતાં.

Previous articleડોક્ટરે ફોન પર નર્સને ઈન્જેક્શન આપવાની સલાહ આપી, યુવતીનો જીવ જતા હોબાળો
Next articleબંગલામાં ચાલતી બર્થડે પાર્ટી પર રેડ, ૧૦ નબીરા દારૂ પીતા પકડાયા