મુખ્યમંત્રી નૂતનવર્ષે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

387

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૮ ઓકટોબર-૨૦૧૯ને સોમવારે નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટાર ખાતે સવારે ૮/૩૦ થી ૯/૦૦  સુધી નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રક્કદાન કરશે.

મુખ્યમંત્રી વિક્રમ સંવત ર૦૭૬ના પ્રથમ દિવસે સવારે ૮/૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે.  તેઓ સવારે ૯/૦૦ કલાકે રાજ્યપાલને રાજભવન ખાતે મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. વિજયભાઇ રૂપાણી સવારે ૧૦/૩૦ થી ૧૧/૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૯/૪પ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.

મુખ્યમંત્રી બપોરે ૧૧/૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

Previous articleવડોદરાના વોર્ડ નંબર-૧૩ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય
Next articleએમએસ યુનિવર્સિટીની પૂર્વ વીપીને એસિડ અટેકની ધમકી આપનાર ગેંગને ક્લિન ચીટ