સોલા વિસ્તારમાંથી ઝડપાયો અધધધ…૪૨૬ પેટી વિદેશી દારૂ

437

ગુજરાતમાં દારૂની બંધી માત્ર નામની જ રહી ગઈ છે. રોજબરોજ જે રીતે રાજ્યમાં દારૂ ઝડપાઈ રહ્યો છે તે જોતા કહી શકાય કે, બુટલેગરોને પોલીસ કે કાયદાનો કોઈ જ ભય નથી. એક બાજુ ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત છે, અને તમામ ચેકપોસ્ટ પર સખત ચેકિંગ ચાલી રહ્યું છે, ત્યારે રાજ્ય બહારથી ગુજરાતમાં દારૂ કેવી રીતે આવી જાય છે, તેનાથી અનેક સવાલ ઉભા થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખ્ખો રૂપીયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હેબતપુરની સીમમાં ગત મોડી રાત્રીએ પોલીસે ૪૨૬ પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો છે. સોલા પોલીસને બાતમી મળી કે, મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની જાણ થતાં જ પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું હતું. જેમાં પોલીસને ૪૨૬ પેટી જેટલો વિદેશી દારૂ મળી આવ્યો છે. આ દારૂનો જથ્થો ખુલ્લી જગ્યામાં અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યો હતો.

Previous articleલુટેરી દુલ્હનનો કિસ્સો ફરી આવ્યો સામે, અમદાવાદમાં ૨ ફરિયાદ નોંધાઈ
Next articleઅમદાવાદની ૫૫ સોસાયટીનાં ૧૭૦૦ મકાન સરકાર કબજે કરશે