અમદાવાદની કંપની ૨૨૯ કરોડનાં ખર્ચે નવી સંસદની ડિઝાઇન તૈયાર કરશે

1612

દેશના સંસદ ભવનના મેકઓવર માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તેની ડિઝાઇનિંગનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એચસીપીને આપવામાં આવ્યો છે. નવા સંસદ અને સેન્ટ્રલ વિસ્ટા બનાવવા માટે ડિઝાઇન એચસીપીને આપવામાં આવ્યો છે. તેને ૨૫૦ વર્ષ માટે તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટાની ડિઝાઇન તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની એચસીપી અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સામેલ હતી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના દિલ્હી હેડક્વાર્ટરના ચીફ આર્કિટેક્ચર ફર્મ રહી ચૂકી છે. શહેરી વિકાસ મંત્રાલયની પહેલી પ્રી બિડ મીટિંગમાં ૨૪ પાર્ટિસિપન્ટ હતા, તેમાંથી પહેલા ૬ને ફાઇનલ કરવામાં આવ્યા. ફાઇનલ બિડરનું સિલેક્શન એક જાણીતી જ્યૂરીના માધ્યમથી કરવામાં આવ્યું. પહેલી પ્રી બિડ મીટિંગમાં સિલેક્ટ કરવામાં આવેલા ૬ બિડરે એક ડિટેલ પ્રેઝન્ટેશન જ્યૂરી સમક્ષ રજૂ કર્યું હતું.

ત્યારબાદ અંતિમ પસંદગી કરવામાં આવી. આ પ્રક્રિયાથી ૧૮ ઑક્ટોબરે ફાઇનલ બિડરની પસંદગી કરવામાં આવી.

નોંધનીય છે કે, આપણા દેશના સંસદ ભવનનું ઉદ્ઘાટન ૧૯૨૭માં થયું હતું. સંસદ ભવનનું નિર્માણ તત્કાલીન સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સચિવાલય સહિત રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઇન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટરના વિસ્તારને નવો લુક આપવાનું કામ થશે. હાલના સંસદ ભવન અગાઉની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.

સરકારનું લક્ષ્ય છે કે નવેમ્બર ૨૦૨૧ સુધી સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ પૂરું થઈ જાય અને ઑગસ્ટ ૨૦૨૨ સુધી નવા સંસદનું નિર્માણ પૂરૂ થાય. સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટાની કુલ કન્સ્લટિંગ કૉસ્ટ ૨૨૯ કરોડ રૂપિયા થશે.

Previous articleકાળી ચૌદશ : આજે હનુમાન મંદિરમાં મહાઆરતી-હવન
Next articleચાઈનીઝ મીણબત્તીઓનાં બદલે આ દિવાળીએ રંગબેરંગી દીવાની ધૂમ ડિમાન્ડ