બોટાદ-રાણપુર રોડ ઉપર આવેલ goodwatts wte botad pvt.Ltd કંપની દ્રારા મિલેટ્રી રોડ પર જાહેરમાં કચરો ઠલવી દેવાયો:દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન

1459

goodwatts wte botad pvt.Ltd કંપની દ્રારા હજારો ટન કચરો આજુબાજુમાં જગ્યા રાખીને ઠલવી દેવામાં આવ્યો, કચરો જાહેરમાં નાખતા દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન, રાણપુર સર્કલ ઓફિસર ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી

બોટાદ જીલ્લા રાણપુર પાસે બોટાદ અને રાણપુર વચ્ચે આવેલ મીલેટરી રોડ ઉપર એબેલોન નામની વીજળી ઉત્પન્ન કરતી કંપની દ્રારા છેલ્લા બે દિવસથી જાહેરમાં કચરો નાખતા લોકોને વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે કચરો ઠલવા માટે વાહનો ભરીને લઇ જવામાં આવી રહ્યો છે ત્યારે કચરો રસ્તા પર પડી રહ્યો છે ત્યારે આ કચરો જાહેરમાં નાખવાની વાત રાણપુર મામલતદાર કચેરીને થતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી છે સુત્રોમાંથી મળતોમી પ્રાથમિક માહિતી મુજબ રાણપુર મીલેટરી રોડ પર goodwatts wte botad pvt.ltd(એબેલોન) નામની પાવર પ્લાન્ટ ની કંપની આવેલી છે

જ્યાં વીજળી ઉત્પન્ન કરવા માટે બહારથી કચરો લાવવામાં આવે છે અને તે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અહીં વીજળી ઉત્પન્ન કરવા માટે જ્યારે બહારથી હજારો ટન કચરો લાવવામાં આવે છે ત્યારે પાવર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરી તેમાંથી જે કચરો કંપનીની જગ્યામાં ભેગો કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી હજારો ટન કચરો કંપની ની જગ્યા માં પડેલ હોય ત્યારે છેલ્લા બે દિવસથી કંપની દ્વારા એ કચરો કંપની ની બાજુમાં રાખી જાહેરમાં નાખી રહ્યા છે આ કચરો નાખવાથી રોડ પર નીકળતા વાહનચાલકો અને અન્ય લોકોને દુર્ગંધ આવતાં ભારે તકલીફ પડી રહી છે તેમજ જે કચરો નાખવા માટે ટ્રેક્ટર અને ડમ્પર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમાં ઓવરલોડ કચરો ભરીને રોડ પર નીકળે છે ત્યારે તે અડધો કચરો તો મીલેટરી રોડ પર પડી રહ્યો છે જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે જ્યારે જાહેરમાં દુર્ગંધવાળો કચરો નાખવામાં આવતા ની જાણ રાણપુર મામલતદાર કચેરીની થતાં કચેરીના સર્કલ ઓફીસર બનાવ સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં હતી મીલેટરી રોડ પર આવેલા કંપની દ્વારા વિજળી ઉત્પાદન કરવા માટે જે કચરો લાવવામાં આવે છે અને તેમાંથી જે કચરો નીકળે તે છેલ્લા બે દિવસથી આજુબાજુ માં નાખી રહ્યા છે જેના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે..

મામલતદારને સમગ્ર મામલે રિપોર્ટ આપવામાં આવશે જરૂર પડે કંપનીને નોટીસ પાઠવવામાં આવશે-સર્કલ ઓફીસર રાણપુર

આ અંગે રાણપુર મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર યુવરાજસિંહ ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે એબેલોન નામની કંપની છે અમે રેવન્યુ તલાટી સાથે પંચનામું કરી રહ્યા છીએ અને પંચનામાં બાદ રાણપુર મામલતદાર રિપોર્ટ સોપવામાં આવશે તેમજ વધુ જાણકારી માટે કંપનીના માલિકને નોટીસ આપી બોલાવવામાં આવશે અને તમામ વિગતો માંગવામાં આવશે તેમજ હાલ અહીથી મળતી માહીતી પ્રમાણે કચરો જે જગ્યામાં નાખવામાં આવી રહ્યો છે તે પ્રાઈવેટ માલીકીની જગ્યા છે તેવું કંપની જણાવી રહી છે તેમજ જે લોકોની આ જગ્યા છે તેમને પણ બોલાવવામાં આવશે અને જરૂર પડે તો ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવશે. કંપની માંથી નીકળતા ટ્રેક્ટરો તથા ડમ્પરો ઉપર તાડપત્રી ઢાંકેલી ના હોય જેના લીધે આવે સ્ટમ મટીરીયલ રસ્તા ઉપર પડે છે જેથી અવરજવર કનાર રાહદારીઓને આ વેસ્ટ મટીરીયલ ના લીધે વાહન ચલાવવામાં મુશ્કેલી ઉભી થાય છે..

તસવીર-વિપુલ લુહાર

Previous articleરાણપુર તાલુકા પંચાયત ખાતે લાભાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો
Next articleઆંતરરાષ્ટ્રીય બાળદિન નિમિત્તે ભાવનગર શહેરની બાળ સંસ્થાઓની મહાનુભાવોએ મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા