લાઠી તાલુકા ના આસોદર મતિરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળા આરોગ્ય તપાસણી નો પ્રારંભ વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન ની હિમાયત સારી સુટેવ અંગે ડો આર આર મકવાણા નું માર્ગદર્શન

1051

લાઠી તાલુકા ના આંસોદર અને મતિરાળા આરોગ્ય કેન્દ્ર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ નો પ્રારંભ
અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર. કે. જાટ ની સુચના થી, ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ આંસોદર અને માલવિયા પીપરિયા માં શાળા આરોગ્ય તપાસણી નો પ્રારંભ થયો છે. આંસોદર માં ઉપસરપંચ શ્રી ઘનશ્યામભાઈ કાકડિયા તેમજ માલવિયા પીપરિયા માં સરપંચશ્રી ભીખાભાઈ વાઘેલા સહિત શાળા સ્ટાફ આશા વર્કર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં અગ્રણી ઓ ના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમ નું ઉદ્દઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમ માં આર.બી.એસ. કે. ટીમ ના ડો. હરિવદન પરમાર , ડો. ચાંદની સોલંકી, કોમલ બેન, અમિતભાઈ અને પુરોહિતભાઈ દ્વારા ઓડિયો વિડિયો ના માધ્યમ થી આરોગ્ય શિક્ષણ આપી, લોકજાગૃતિ માટે શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. તેમજ શાળા, આંગણવાડીઓ અને આરોગ્ય સંસ્થાઓ ની સફાઈ અને ઔષધીય ગુણ ધરાવતા વૃક્ષો નું વૃક્ષારોપણ કરી સ્વચ્છતા ની શપથ લઈ ડો આર આર મકવાણા દ્વારા વિદ્યાર્થી ઓ ને સારી સુટેવ અંગે અવગત કરાયા હતા અને પર્યાવરણ ની જાળવણી નું ઉમદા કાર્ય કરેલ હતું. આ કાર્યક્રમ માં શાળા ના શિક્ષકો, આરોગ્ય કાર્યકરો, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.

Previous articleમિશન એક્ઝામ ગુરુ શ્રી જરજીસ કાઝીનો આજ જન્મદિવસ
Next articleદામનગર શહેર ની તાલુકા શાળા નં ૧ મોર્ડન ગ્રીન ખાતે શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ કરાવતા પાલિકા પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખ