જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાણીની વાવ ઉત્સવ ઉજવણીની તૈયારીઓનો આરંભ

591

આગામી તા.૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને
અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સહિતના ઉચ્ચ
અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તથા સ્થળ પર જ બેઠક યોજી આયોજન અને કામગીરી બાબતે જરૂરી સુચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાનાર કલા અને સંસ્કૃતિને ઉજાગર કરનાર રાણીની વાવ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી તૈયારીઓ નિહાળી હતી.

કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થા, લાઈટીંગ, પાર્કીંગ વ્યવસ્થા સહિતની કામગીરી સુપેરે થાય તે સુનિશ્વિત કરવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે સ્થળ પર બેઠક યોજી દિશાસુચનો કર્યા હતા. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સલામતી વ્યવસ્થા બાબતે પરામર્શ કર્યો હતો. મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહેવાના હોઈ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ તથા મેડીકલ ટીમ પણ સ્થળ પર હાજર રાખવામાં આવશે. ચીફ ઑફિસરશ્રીને શહેર તથા કાર્યક્રમના સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સુચના આપી હતી. રાણીની વાવ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ નિરીક્ષણ કરી ઉત્સવ દરમ્યાન રાણીની વાવને ભવ્ય લાઈટીંગ દ્વારા સુશોભિત કરવાના આયોજન બાબતે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરી હતી. જિલ્લા વહિવટી તંત્રના સંલગ્ન વિભાગના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓએ સ્થળ પર ઉપસ્થિત રહી કાર્યક્રમ દરમ્યાન તેમના વિભાગ દ્વારા કરવામાં આવનાર કામગીરી વિષે કલેક્ટરશ્રીને અવગત કર્યા હતા. જેની સમીક્ષા કરતાં જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સંકલનમાં રહી ટીમવર્ક દ્વારા કામગીરી સુપેરે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

Previous articleલાઠી તાલુકા ના મતીરાળા પ્રાથમિક શાળા ખાતે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ ની ઉજવણી
Next articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ