કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા સરઢવ મુકામે NSS કેમ્પ નું આયોજન

558

કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર,સેક્ટર-૨૩માં આવેલી બીબીઍ કૉલેજ ના રાષ્ટ્રીય સેવા
યોજના ના સ્વયંસેવકો માટે શિબિર નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં ૫૧ સ્વયંસેવકો એ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કોલેજના આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય
સેવા યોજના બાબતે વિસ્તૃત ખ્યાલ આપવા માં આવ્યો હતો.

કોલેજના સ્થાપના કાળ થી આજ સુધી ની વિવિધ સેવાકીય સમાજ ઉપયોગી પ્રવૃતિ માટે કોલેજ હમેશા અગ્રેસર રહી છે જેનો ઉલ્લેખ કર્યો હતો.જેથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રનિર્માણ ની પ્રવૃતિ બાબતે સજ્જ બને.ઉપાચાર્ય ડો. જયેશ તન્ના સાહેબ
દ્વારા વિદ્યાર્થીઓને કેમ્પ બાબતે માર્ગદર્શિત કર્યા હતા.પ્રોગ્રામ ઓફિસર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજના ના માધ્યમ થી વ્યક્તિત્વ વિકાસ અને ચરિત્ર નિર્માણ બાબતે યુવાનો ના ઘડતર માટેનું શ્રેષ્ઠ માધ્યમ હોવાનું જણાવ્યુ હતું. અને રાષ્ટ્રનિર્માણ માટે ના પાયાનું કાર્ય રાષ્ટ્રીય સેવા યોજના થકી થઈ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો. સાથે સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતો સમજાવી હતી.આમ સમગ્રલક્ષી બાબતોની ચર્ચા કરી સેવાની સાથે
શિસ્ત,સમર્પણ,સત્ય અને ફરજ ના પાઠ અંહી ભણવા ના છે. તે બાબત પર ભાર મૂક્યો હતો.

વિદ્યાર્થીઓ દ્વારાં આ કેમ્પ દરમ્યાન ગ્રામોત્થાન માટે સફાઈ અભિયાન, વ્યસન મુક્તિ અભિયાન, મફત મૅડિકલ સારવાર કેમ્પ, રમત ઉત્સવ, યુવાઓ તેમજ વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યા હતા. તેમજ લોકસંપર્ક દ્વારાં વિદ્યાર્થીઓ એ સમાજ સુધારણા ના વિવિધ કાર્યો કરાવ્યા હતા. સાંસ્ક્રુતિક કાર્યક્રમો જેમાં જન જાગૃતિ ફેલાય તેવા નાટકો ગીત સહિત ઘણા સુંદર કર્યક્રમો આપ્યા હતા. સરઢવ ગામ એટલે સર્વ વિદ્યાલય ના આધ્ય સ્થાપક પૂજ્ય છગનભા ની જન્મભૂમિ વિદ્યાર્થીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસર દ્વારાં તેમના નિવાસસ્થાન ની મુલાકાત લઈ તેમના જીવન વિષે જાણ્યું હતું.યુનિવર્સિટી ના NSS વિભાગ ના હેડ તેમજ શારીરિક સ્વાસ્થ્ય અને રમત ગમત વિભાગ ના ડિન ડો.રણછોડ રથવી સાહેબ નું માર્ગદર્શન સાંપડ્યું હતું. સમગ્ર કેમ્પ આચાર્યશ્રી ડૉ.રમાકાન્ત પૃષ્ટિનાં માર્ગદર્શન હેઠળ,પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટીના હેડ ડો.જયેશ તન્ના, ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને કોલેજ પરિવાર દ્વારા સફળતા પૂર્વક યોજવા માં આવ્યો હતો.

Previous articleમરીન સાયન્સ ભવન સાયન્સ ફેકલ્ટી આઈક્યૂએસી સેલ અને ગુજરાત કાઉન્સીલ ઑઁ સાયન્સ એન્ડ ટેકનૉલોજિ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાનના અધ્યાપકો માટે યોજાયો વર્કશોપ
Next articleઅમદાવાદ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ થતા સર્વોદય યુથ વેલ્ફેર સોસાયટી ગુજરાત આયોજિત પાંચોમો સમૂહ લગ્નોત્સવ યોજાયો મેયર સહીત ના મહાનુભવો ની ઉપસ્થિતિ રહ્યા