બરવાળા તાલુકાનાં જુના નાવડા ગામે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી

615
બરવાળા તાલુકાના જુના નાવડા પ્રાથમિક શાળામાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચંદુભાઈ રાઠોડ(સરપંચ જુના નાવડા ગ્રામ પંચાયત),જામસંગભાઈ પરમાર(ઉપ પ્રમુખ બોટાદ જિલ્લા ભાજપ),દીપસંગભાઈ ભાડલીયા,કરશનભાઈ ચૌહાણ,રેખાબેન ચૌહાણ,ઉદેસંગભાઈ ચૌહાણ,મોબતસિંહ પરમાર(શાળાનાં કાયમીદાતા) સહીતનાં આગેવાનો હોદેદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
જુના નાવડા પ્રાથમિક શાળા ખાતે તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૦ નાં રોજ સવારનાં ૮:૩૦ કલાકે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશને સલામ દીકરીને નામ કાર્યક્રમ અંતર્ગત જુના નાવડા ગામનાં મનીષાબેન હિંમતલાલ વેગડાનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રજાસતાક રાષ્ટ્રીય પર્વ નીમીતે શાળાનાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ૩૨ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી,હિન્દી,સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓમાં પ્રવચનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામજનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા યોજાયેલ ભવ્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીથી ગ્રામજનો દેશભક્તિનાં રંગે રંગાઈ ગયા હતા.
Previous articleદિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કતારના ઉર્જા મંત્રીશ્રી સાથે બેઠક યોજાઈ
Next articleસર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બરવાળા ખાતે ૫૬ દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું