ગીર સોમનાથ જિલ્લામાં પોષણ અભિયાનની ઠેર-ઠેર ઉજવણી

566

રાજ્યભરમાં તમામ બાળકો સુપોષીત અને માતા તંદુરસ્ત બને તે માટે રાજ્ય સરકારશ્રી દ્રારા સમગ્ર ગુજરાતમાં પોષણ અભિયાનની શરૂઆત કરી લોક જાગૃતીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ સતત ત્રણ દિવસ સુધી જુદા-જુદા કાર્યક્રમો યોજી બાળકો અને માતાના તંદુરસ્ત આરોગ્ય માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં આઈ.સી.ડી.એસ.શાખા દ્રારા કુલ ૨૮ જિલ્લા પંચાયતની સીટ તેમજ  શહેરી વિસ્તારમાં કુલ ૫ નગરપાલીકા વિસ્તારમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોષણ અભિયાનની સફળતાપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. પોષણ અભિયાન અંતર્ગત બાળ તંદુરસ્તી હરીફાઈ, વાનગી હરીફાઈ, પોષણના જીવનચક્રને લગતી ફિલ્મનું નિદર્શન, શાળાના બાળકો દ્રારા પોષણ અદાલત, પાલક દાતાશ્રીઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તાલાળા તાલુકાના ઘુશીયા, બોરવાવ, આંકોલવાડી, ઉના તાલુકાના ભાચા, દેલવાડા, કોબ, મોટાડેસર, નવાબંદર, સનખડા, સૈયદ-રાજપરા, ઉમેજ, કોડીનાર તાલુકાના વડનગર, ડોળાસા, વેલણ, દેવળી, આલીદર, સુત્રાપાડા તાલુકાના ધામળેજ, લોઢવા, પ્રાંસલી, કદવાર, ગીરગઢડા તાલુકાના ધોકડવા, ગીરગઢડા, સનવાવ, વેરાવળ તાલુકાના આદ્રી, નાવદ્રા, ડારી, ગોવિંદપરા, ભાલપરા અને નગરપાલિકા કક્ષાના ઠેર-ઠેર પોષણ અભિયાનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.પોષણ અભિયાનમાં રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, અધિક ઉધોગ કમિશનરશ્રી (વિકાસ) હર્ષ વ્યાસ, તેમજ સીડોકર ગ્રામના કાર્યક્રમમાં અગ્રણીશ્રી દિનેશભાઈ આમહેડા, હરદાસભાઈ સોલંકી, કાનશીભાઈ પરમાર, સત્તારભાઈ તવાણી, મહમંદભાઈ તવાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો, આંગણવાડીની બહેનો સહભાગી થઈ હતી.

Previous articleવધી રહેલ લોકપ્રિયતા વચ્ચે કૃતિ પાસે કેટલીક ફિલ્મો છે
Next articleભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમ ઝડપાયો