હિંમતનગરની બાયર ક્રોપ સાયન્સ ખાતે મોકડ્રીલ યોજાઇ

487

સાબરકાંઠા જિલ્‍લાના, ડીસ્‍ટ્રીકટ ક્રાઇસીસ ગૃપ દ્વારા જિલ્‍લામાં આવેલ વિવિધ મેજર એકસીડન્‍ટ હેઝાર્ડસ વાળા જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવીત અકસ્‍માત/ઇર્મજન્‍સીના સંજોગોમાં, જિલ્‍લા વહીવટીતંત્ર દ્રારા તાત્‍કાલીક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનુ પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી, મોકડ્રીલ  યોજાય છે.

જે અંતર્ગત હિંમતનગર જીઆઇડીસી ખાતે આવેલ બાયર ક્રોપસાયન્સમાં મોક ડ્રીલ યોજાઇ હતી જેમાં ઇમર્જન્સી મોકડ્રીલના સિનારીયો તરીકે, કારખાનામાં આવેલ સાઇકલોહેકઝેનોન નામના સોલ્વન્ટ ભરેલા ડ્રમ્સ સાથે બહારથી આવેલ વ્હીકલમાંથી અનલોડીંગ દરમ્યાન બે ડ્રમ્સ ટ્રકમાંથી નીચે પડતા તેમાં ક્યાંકથી સ્પાર્ક મળતા આગ લાગેલ હોવાનુ ધારીને, આ આગની ઇર્મજન્સીને કાબુમાં લેવા માટે કારખાનામાં  ઉપલબ્ધ ફાયર સેફટી એન્ડ મેડીકલ ટીમો દ્રારા પ્રયત્ન કરવા છતાં,  આ આગ કાબુમાં ન આવતા, આ ઇર્મજન્સીને “ ઓફ સાઇટ ઇર્મજન્સી “ જાહેર કરવામાં આવેલ હતી તથા મદદ માટે ડીસ્‍ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના તમામ સભ્યોને ટેલીફોનીક જાણ કરાતા તમામ સરકારી તેમજ બિનસરકારી એજન્સીઓ જેવી કે, નગરપાલીકા ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, પોલીસ ડીપાર્ટમેન્ટ, સીવીલ સર્જન, વિવિધ MAH ફેકટરીઓના સેફટી ઓફીસર્સ વગેરેએ ધટના સ્થળ પર આવીને, આ આગની ઇર્મજન્સીને કાબુમાં લાવવામાં જરૂરી કામગીરી કરી હતી.       આ મોકડ્રીલમાં ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરશ્રી સી.જે.પટેલ તથા  જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.પટેલ તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલદાર અને પ્રોજેકટ ઓફિસરશ્રી ધટના સ્થળ પર હાજર રહ્યા હતા

આ મોકડ્રીલ ને સફળતા અપાવવા ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપના મેમ્બર સેક્રેટરી તરીકે ડેપ્યુટી ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગાંધીનગર શ્રી એચ.એસ.પટેલ, તેમજ શ્રી જે.બી.બોડાત,  શ્રી એચ.બી.પટેલ, શ્રીમતી બી.એ.ક્ષિરસાગર, આસીસ્ટન્ટ ડાયરેકટર (મેડીકલ) શ્રી બી.એન.પટેલ વગેરેએ પણ માટે ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleપાટણ બ્લોક હેલ્થ ઑફિસ ખાતે આરોગ્યલક્ષી વર્કશોપ યોજાયો
Next articleતનિષ્ક શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ પાસે માંગેલ એક કરોડની ખંડણી તથા અપહરણના વધુ બે ઇસમોને ઝડપાયા