બજુડ ગામે ગેરકાયદે માટી ખનન ઝડપી લેતા ઉમરાળા મામલદાર આર.એ.પટેલ

1434

ઉમરાળા તાલુકાના બજુડ ગામે ગેરકાયદેસર ગૌચરની જમીનમાં માટી ખનન ઝડપી પાડતા મામતદાર રાજેન્દ્ર પટેલ બજૂડ ગામના ગૌચરની જમીન સર્વે ૪૯મા ગેરકાયદેસર માટી ખનન કરતા ૧ જે.સી.બી.મશીન ૩ ટ્રેક્ટર સહિતના મુદદ માલ જપ્ત કર્યો હતો.બજુડ ગામે ગેરકાયેસર ૧૦૦ ફેરા જેટલી માટી ખનન કરતા જે.સી.બી. ટ્રેકટર સહિત માલિક ખીમાભાઇ રાધાભાઈ રહે.ગેરુભાર તા.ભચાઉ જી.કચ્છની માલિકીના હોવાનું જાણવા મળેલ છે માટીનું રોયલટીના પાસ વગર અન અધિકૃત રીતે માટીનું ખોદકામ કરતા ઉમરાળા મામતદારશ્રી રાજેન્દ્ર પટેલ દ્વારા અટકમાં લઈ ઉમરાળા પોલીસ મથકે જમાં કરાવી ગુનો દાખલ કરાવ્યો હતો.
ઉમરાળા તાલુકા વિસ્તારમાં લાખો ટન રેતી માટી સહિતની ખનીજની ચોરી થઈ રહી છે તંત્ર એક્શન મુડમાં આવ્યું બજુડમા કાર્યવાહી કરવામાં આવતા ખનીજ ચોરોમા ફફડાટ ફેલાયો હતો.

Previous articleકાળાનાળા વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી ભાવનગર પોલીસ
Next articleશિશુવિહાર સંસ્થા આયોજિત નિરમાના સહયોગથી વેળાવદર ભાલ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો