રાણપુરના નાનીવાવડી ગામે બહારથી આવેલ સસ્પેક્ટેડ માણસો પોતાના ઘરની બહાર કોરોન્ટાઇન નું બોર્ડ નહીં લગાવવા દેતા સરકારી ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાઈ

799

કોરોના વાયરસ (COVID-19) સંદર્ભે

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા એ કોરોના વાયરસની વૈશ્વિક બીમારીને નાથવા માટે આપેલ સુચના અંગે બોટાદ કલેક્ટરના જાહેરનામાનો કડક અમલવારી કરાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પ્રો.ડી.વાય.એસ.પી ચેતન મુંધવા, રાણપુર પોલીસ સ્ટેશન તથા એમ.એમ.દિવાન પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસોએ તા.૨૬/૩/૨૦૨૦ ના રોજ હેલ્થ વિભાગના કર્મચારીઓ કોરોના વાયરસ નો ફેલાવો અટકાવવા માટે બહારથી આવેલ સસ્પેક્ટેડ માણસો ના ઘરની બહાર કોરોન્ટાઇન નું બોર્ડ લગાવવાની કામગીરી કરતા હતા એ દરમ્યાન રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે (૧) સુરેશભાઇ રૂપાભાઇ ચાવડા તથા (૨) મુકેશભાઇ રૂપાભાઇ ચાવડા બન્ને જણાએ તેઓની ફરજમાં રૂકાવટ કરી ગાળો બોલી એટ્રોસિટી ની ફરીયાદ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી, ગુજરાત સરકાર ના જાહેરનામાનો ભંગ કરી તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ના નિયમ નો ભંગ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરેલ હોય જેથી બન્ને ઇસમો વિરૂધ્ધ IPC કલમ ૧૮૬,૧૮૮,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૭ ની કલમ-૩ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ ની કલમ ૫૧(એ) મુજબનો ગુનો દાખલ કરી અટકાયત કરી રાણપુર તાલુકા કક્ષાના કોરોન્ટાઇન સેન્ટર મોર્ડન સ્કુલ ખાતે મોકલી આપેલ છે.તેમજ આ સિવાય જાહેરનામાનો ભંગ કરતા ૧૯ ઇસમોની અટકાયત કરી IPC કલમ ૧૮૮ મુજબના ૪ ગુનાઓ દાખલ કરેલ છે તથા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ૮૭ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.તેમજ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અને બોટાદ જીલ્લાની જનતાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં સહકાર આપી જાહેરનામાનો અમલ કરવા અપીલ કરવામાં આવે છે અને આ કામગીરી કરવામાં કોઇ પણ વિભાગના સરકારી કર્મચારીઓની સાથે કોઇ દખલગીરી કરશે કે જાહેરનામાનો ભંગ કરશે તેના વિરુધ્ધ સરકારના આદેશ અનુસાર ધોરણસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

તસવીર-વિપુલ લુહાર

Previous articleકોરોના વાયરસને ફેલાતો અટકાવવા દુનિયા ભરના લોકોએ વિવિધ પગલાઓ ભરી યુદ્ધના ધોરણે અભિયાન શરૂ કર્યું છે
Next articleકોરોના વાઈરસ ને લઈ બોટાદ જીલ્લા કલેક્ટરે રાણપુરની મુલાકાત કરી.