ખેડૂતોના મગફળીના વાવેતરનો પાકને 40% જેટલું નુક્સાન

402

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાજડી તથા ભાચા ગામની સીમમાં જંગલી સુવર-ભૂંડના ટોળાએ આંતક મચાવ્યો છે અને ખેડૂતો નાં પાકને વ્યાપક નુકસાન કરતા હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ઊના પંથકમાં સારો વરસાદ થયા બાદ વાજડી,ભાચા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતોએ મગફળી,કપાસનું વાવેતર કર્યું હતું.પરંતુ ભાચા અને વાજડી ગામની સીમમાં જંગલીભૂંડ મગફળીને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે.કુદરત ની મહેરબાની થી સમયસર અને સારો વરસાદ વર્સી રહ્યો છે અને ઉના તાલુકા માં સમયસર વાવણી પણ થઈ ગઈ છે પરંતુ જંગલી ભૂંડ અને નિલગાયો ના ત્રાસે ખેડૂત ના મોઢા માં આવેલ કોળિયો છીનવાઈ જાય એવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ ભૂંડો ને જંગલ તરફ વાળવા માં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા ઉઠી રહી છે.

રિપોર્ટર હમીરસિંહ દરબાર ગીર સોમનાથ

Previous articleઅખંડ આનંદ ગૃપના સભ્યએ દિકરી ના જન્મદિવસે પશુઓને ઘાસચારો ખવડાવી જન્મદિવસની ઉજવણી કરી
Next articleમહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં 37 માંથી 34 ઠરાવોને બહાલી અપાઈ