નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી ૩૦ કરોડની અપ્રમાણસર મિલકત મળી આવતા ખળભળાટ

513

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૦
ગુજરાત એસીબી દ્વારા એક બાદ એક મોટી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. મામલતદાર સામે ૨૫ લાખની લાંચનો કેસ, આણંદના એએસઆઇ સામે ૫૦ લાખની લાંચનો કેસ બાદ હવે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ એસીબીએ કર્યો છે. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે એસીબીએ ૩૦ કરોડની આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો છે.
ગુજરાત એસીબીના ઈતિહાસનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ થઇ હતી. જેમા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ તપાસ હાથ ધરી હતી, જેમા નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી રૂ.૩૦ કરોડથી વધુની સંપત્તિ મળી આવતા આખા ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એ.સી.બીને ૪ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન, ૩ કરોડ રૂપિયાની કાર, ૩ ફ્લેટ, ૨ બંગલા, ૧૧ દુકાન, એક ઓફિસ, ૨ પ્લોટ પણ મળી આવ્યા છે. આ સાથે જ આરોપી વિરમ દેસાઈ રેવન્યુ કર્મચારી સંગઠનના પ્રમુખ પણ રહી ચુક્યા છે. વિરમ દેસાઇ પાસે ઔ઼ડી, બીએમડબલ્યુ જેગુઆર, મર્સિડિઝ, હોન્ડા સિટી જેવી અનેક કારો મળી આવી છે.ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર સામે એસીબીએ ૩૦ કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કર્યો છે. કલોલ ખાતે ફરજ બજાવતા નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ પાસેથી એસીએનને ૩૦ જેટલા બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે અને ૪ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે. આ સિવાય રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

Previous articleન. પ્રા. શિક્ષણ સમિતિ, આયોજિત અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરના સૌજન્યથી શિક્ષકો માટે મૈત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ
Next articleચુંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને ભાજપ દ્વારા આજથી ફોર્મ વિતરણ