ભારત સરકાર પોતાની મોબાઈલ એપ સ્ટોર વિકસાવશેઃ પ્રસાદ

222

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યુ કે કેટલીક કંપનીઓના ઈન્ટરનેટનું સામ્રાજ્યવાદ બનવાના કોઈ પણ પ્રયત્નને સહન કરવામાં નહીં આવે. ટ્‌વીટર અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર પ્રશ્નકાળમાં તેમને કહ્યું કે સરકાર સમીક્ષાનું સ્વાગત કરે છે પરંતું સોશિયલ મીડિયાના દુરઉપયોગ કરવાની પરવાનગી ન આપી શકાય.
કોંગ્રેસ સાંસદ જીસી ચંદ્રશેખરના સામાજિક કાર્યકર્તા દિશા રવિના ઉઠેલા મુદ્દા પર પ્રસાદે કહ્યુ કે ભારતને ગર્વ છે કે અહીં સોશિયલ મીડિયાના કરોડો ઉપયોગ કર્યા છે અને ફેસબુક, ટ્‌વીટર સહિત અન્ય મંચો પર સક્રિય છે. તેમણે કહ્યું કે ભારતમાં પોતાના વ્યવસાય કરવા માટે સ્વતંત્ર છે પણ ઈન્ટરનેટ પર કેટલીક કંપનીઓનો એકાધિકાર ન હોવો જોઈએ. ન સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થવો જોઈએ. ઈન્ટરનેટ મનુષ્યની એક શક્તિશાળી શોધ છે. પરંતુ આમાં કોઈનો એકાધિકાર ન રહેવો જોઈએ. કેટલીક કંપનીઓ દ્વારા ઈન્ટરનેટના સામ્રાજ્યવાદ બનાવવાના પ્રયાસને સ્વીકારવામાં નહીં આવે.
પ્રસાદે કહ્યું કે આ એપ બનાવવા માટે ખાનગી કંપનીઓને પ્રોત્સાહિત કરવાની સાથે સરકાર પોતે મોબાઈલ એપ સ્ટોર વિકસિત કરવા માટે અને આને સશક્ત બનાવવા માટે ઈચ્છુક છે. એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે દેશનું પહેલું સ્વદેશ વિકસિત એપ સ્ટોર મોબાઈલ સેવા એપસ્ટોર છે.
આના પર વિભિન્ન ડોમિન અને સાર્વજનિક સેવાઓની શ્રેણીના ૯૬૫ લાઈવ એપ છે. ઈન્ડિયા એપ માર્કેટ સ્ટેટિક્ટિક રિપોર્ટ ૨૦૨૧ના હવાલાથી તેમણે જણાવ્યું કે એન્ડ્રોઈડ પર ૫ ટકા એપ ભારતીય ડેવલપર્સના છે.
તેમણે કહ્યું કે આઈટી સેક્ટરમાં દેશના જીડીપીમાં ૮ ટકાનું યોગદાન છે. આ સેક્ટરમાં ૪૬ લાખ લોકો કાર્યરત છે. જેમાં ૧૪ લાખ મહિલાઓ છે. એટલું જ નહીં ૨૦૧૯માં આ સેક્ટરમાં નવી નોકરીઓ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સરકારની ઈચ્છા છે કે પુરા દેશમાં ગામોમાં ભારતનેટનું નેટવર્ક પાથરવામાં આવે અને પીએમ આગામી ૧હજાર દિવસોમાં આને પુરુ કરવા ઈચ્છે છે.

Previous articleકોરોનાએ ગતિ પકડીઃ ૨૪ કલાકમાં નવા ૪૦ હજાર કેસ
Next articleમુંબઈમાં મોલમાં પ્રવેશવા માટે હવે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત