રાફેલ ડીલ પર કૉંગ્રેસનો ઑડિયો બોમ્બઃ ‘ફાઇલો પર્રિકરના બેડરૂમમાં’

971

રાફેલ ડીલ પર એક ઑડિયો ક્લિપના સહારે કૉંગ્રેસ પાર્ટીએ ફરી એકવખત સરકાર પર પ્રહારો કર્યા છે. કૉંગ્રેસે દાવો કર્યો છે કે ગોવાના મંત્રીમંડળમાં પૂર્વ રક્ષા મંત્રી અને હાલના સીએમ મનોહર પર્રિકરે રાફેલ ડીલના રહસ્ય પર કેટલીક અગત્યની માહિતીઓ આપી હતી. જો કે તેમના જ મંત્રી વિશ્વજીત રાણે સાથે કરેલી વાતચીતમાં હવે કેદ છે. કૉંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પોતાના દાવાને પુરાવા તરીકે રજૂ કરવા ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેની વાતચીતની એક ઑડિયો ક્લિપ પણ સંભળાવી.

ઑડિયોમાં સંભળાય છે, ‘મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે રાફેલ પર સંપૂર્ણ માહિતી તેમના બેડરૂમમાં છે.’ તેના પર બીજી વ્યક્તિ હસી પડે છે. એટલું જ નહીં ક્લિપમાં સંભળાય છે કે, ‘તમે આ વાતને કોઇની પણ સાથે ક્રોસ ચેક કરાવી શકો છો જે કેબિનેટ મીટિંગમાં સામેલ રહ્યાં હોય. તેમણે (સીએમ) કહ્યું છે કે દરેક દસ્તાવેજ તેમના રૂમમાં છે.’ સુરજેવાલાના આ દાવાથી રાફેલ મુદ્દો ફરી એકવખત ગરમ થયો છે. ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે આજે જ સુપ્રીમ કોર્ટમાં રાફેલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરાઇ છે. કૉંગ્રેસ પાર્ટીએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘ગોવાના મંત્રીની વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે પર્રિકરે કથિત રીતે કહ્યું કે કોઇ તેમનું કંઇ કરી શકશે નહીં અને રાફેલની તમામ ફાઇલો તેમની પાસે છે.’

કૉંગ્રેસનું કહેવું છે કે પૂર્વ રક્ષા મંત્રીનું આ કહેવું કૌભાંડના તમામ આરોપોની પુષ્ટિ કરે છે કે રાફેલ પર દરેક સ્તર પરક ગડબડી છે, તેના માટે ચોકીદાર જ જવાબદાર છે. સુરજેવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે જે સમયે ચોકીદારે ૧૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ પેરિસમાં રાફેલ ખરીદીની એકતરફી જાહેરાત કરી હતી, તે સમયે રક્ષા મંત્રી પર્રિકર ગોવામાં માછલી ખરીદી રહ્યાં હતા. તેમણે કહ્યું કે ચોકીદારના પ્રતિનિધિમંડળમાં રક્ષા મંત્રી સામેલ નહોતા પરંતુ તેમની સાથે અનિલ અંબાણી ગયા હતા.

Previous articleઅમારૂ ધ્યાન પ્રદર્શન પર, ભારત વિરુદ્ધ રેકોર્ડ બચાવવા પર નહિઃ પેન
Next articleદેશનું દુર્ભાગ્ય છે કે સૌથી જૂની પાર્ટીના નેતાને રાફેલ જેટ વિશે ખબર નથીઃ જેટલી